Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ડોકટરના ખરાબ અક્ષરથી કોર્ટ ખફા :મેડિકલ ઓફિસરને ફટકાર્યો 5 હજારનો દંડ

નવી દિલ્હી :ડૉક્ટરોના ખરાબ અક્ષરોથી પરેશાન અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ ખંડપીઠે બહરાઈચના એક ઇમરજન્સી મેડિકલ ઓફિસરને 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

સાસરિયામાં થયેલી હત્યાના મામલે થયેલા પોસ્ટમોર્ટમનો રિપોર્ટ તૈયાર આ ડૉક્ટર દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં ડૉક્ટરના ખરાબ અક્ષરથી કોર્ટ ભડકી હતી.

કોર્ટે આ દંડ જામીન અરજીની સુનાવણી દરમ્યાન લગાવ્યો હતો. શિવપૂજન નામના વ્યક્તિ દાખલ થયેલી FIR અનુસાર છ વર્ષ પહેલાં આ વ્યક્તિના વિવાહ થયા હતાં. આરોપ છે કે દહેજની માંગ પૂરી ન થવાને કારણે શિવપૂજનના પરિવારજનોએ વહુથી મારપીટ કરતા હતા.

આ જોઈને પિયરપક્ષના લોકો મહિલાને ઘરે લઈ ગયા હતા, પરંતુ સાસરિયાવાળા ગમે તેમ સમાધાન કરીને પાછી લઈ ગયા હતાં. તેના થોડાં સમય બાદ પરિવારજનોને દીકરીના મોતના સમાચાર મળ્યાં. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા કરાઈ હોવાની વાત સાબિત થઈ. આ હાલતમાં જસ્ટિસ અનંતે શિવપૂજનની જામીન અરજી રદ્દ કરી દીધી. જ્યારે ખરાબ અક્ષરોને કારણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બનાવનારા ડૉક્ટરને દંડ ફટકારવામાં આવ્યો

(9:43 pm IST)