Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

દિલ્હી-એનસીઆરમાં હવામાનમાં પલટો હળવા -ભારે વરસાદથી પ્રદૂષણમાં રાહત

દિલ્હીની સાથે ગુરુગ્રામ, નોઈડા અને ગ્રેટર નોઈડામાં પણ વરસાદ

નવી દિલ્હી :દિલ્હી-એનસીઆરમાં મોડી રાત્રિથી છૂટોછવાયા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ થઈ રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં ગત એક માસમાં જેવી રીતે પ્રદૂષણના સ્તરમાં વધારો થયો હતો. તેમા પણ મોટા ઘટાડો નોંધાયો છે

   વરસાદ થવાને કારણે દિલ્હી-એનસીઆરના વાયુ પ્રદૂષણમાં નજીવો સુધારો પણ જોવા મળશે. એર ક્વાલિટી ઈન્ડેક્સ મુજબ બુધવારે સવારે દિલ્હીમાં પીએમ-10નું સ્તર 289, જ્યારે પીએમ 2.5 325 જેટલું નોંધાયું હતું. તેને સંતોષકારક ગણી શકાય નહીં. મંગળવારે સવારે થયેલા હળવા વરસાદનો સિલસિલો બુધવાર સુધી ચાલ્યો હતો.

  દિલ્હીની સાથે ગુરુગ્રામ, નોઈડા અને ગ્રેટર નોઈડામાં પણ મંગળવારે રાત્રિથી લઈને બુધવારે સવાર સુધી વરસાદ થયો છે.જેને કારણે બુધવારે સવારે પણ હવામાનનો મિજાજ સંપૂર્ણપણે બદલાયેલો દેખાયો હતો. લોકોને સવારે તુલનાત્મક રીતે વધુ ઠંડીનો અહેસાસ થયો હતો.

  હવામાન વિભાગે વૈજ્ઞાનિક કુલદીપ શ્રીવાસ્તવે કહ્યુ છે કે 13 અને 14 નવેમ્બરે આકાશમાં બાદલ છવાયેલા રહેશે અને પ્રદૂષણ પોતાના નિમ્નસ્તર પર હશે. મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાના આસાર છે.

(9:22 pm IST)