Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

પ્રાઇવેટ પ્લેયર્સ સબસિડી આપવાની ગામમાં પણ અત્યાધુનિક મોટી હોસ્પિટલો ખુલશે

સરકાર દ્વારા હોસ્પિટલોને

નવીદિલ્હી,તા.૧૪: ગામ, કસ્બા અને શહેરોમાં પણ અત્યાધુનિક સુવિધાથી સજ્જ મોટી હોસ્પિટલો ખુલે તે માટે સરકાર પ્રાઈવેટ પ્લેયર્સને સબસિડી આપવાની તૈયારી કરી રહી છે. આ સિવાય સિંગલ વિંડો ક્લીયરન્સ અને વ્યાજબી દરે લોન પણ આપવામાં આવી શકે છે. આવનારા સમયમાં સારી હોસ્પિટલોની આશામાં નાના શહેરના લોકોને મોટા શહેરના ધક્કા નહી ખાવા પડે. હવે નાના શહેરમાં પણ મેક્સ, ફોર્ટિસ અને અપોલો જેવી હોસ્પિટલ ખુલી શકશે. આને બનાવવા માટે કુલ રકમના ૪૦ ટકા સરકાર આપશે.

એટલું જ નહી, હોસ્પિટલ માટે જરૂરી મંજૂરીઓ જેવી ફાયર સેફ્ટી સર્ટીફિકેટ, ઈનવાયરમેન્ટ ક્લિયરન્સ, લિફ્ટ લાયસન્સ, હોસ્પિટલનું રજિસ્ટ્રેશન અને સર્ટિફિકેશન સિંગલ વિંડો સિસ્ટમ હેઠળ મળશે. જો આ પ્રક્રિયામાં મોડુ થયું તો, નક્કી સમય બાદ ફાઈલ ખુદ મંજૂર માની લેવામાં આવશે. હોસ્પિટલો પણ આ પહેલથી ઉત્સાહિત છે, પરંતુ તે કેટલીક અન્ય સુવિધાઓ પણ ઈચ્છે છે.

જોકે, આ તમામ ફાયદા પ્રાઈવેટ હોસ્પિટલોને ત્યારે મળશે. જ્યારે હોસ્પિટલ ટિયર ૨, ટિયર ૩ અને ટિયર ૪ શહેરમાં ખોલવામાં આવશે. આના માટે કેન્દ્ર સરકારે રાજ્યોને હોસ્પિટલ બનાવવા માટે જમીન ચિન્હિત કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

દિલ્હીની મોટી હોસ્પિટલોની બહાર ખુલા મેદાનમાં દિવસ રાત ગુજારવા માટે મજબૂર ભીડ બીજા રાજ્યોમાંથી આવે છે. કારણ કે, તેમના રાજ્યોમાં સારી અને સસ્તી સારવાર નથી મળતી. કેન્દ્ર સરકારની આ પહેલ સફળ રહી તો, આવા લોકોને કેટલાએ કીલોમીટર પોતાના ઘરેથી દૂર સારવાર માટે દિલ્હી, અમદાવાદ, જેવા મોટા શહેરમાં નહી જવું પડે.

(4:13 pm IST)