Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ઉતર પ્રદેશના રાક્ષસી બાપે ત્રણ દીકરીઓને હથોડે ટીપી-ટીપીને મારી નાખી

લખનો તા ૧૪ :  ઉતરપ્રદેશના લલિતપુર જિલ્લાના એક ગામમાં રાક્ષસી વૃતિના બાપે ત્રણ દીકરીઓને હગોડો મારી-મારીને ખતમ કરી નાખી હતી એમાંથી બે દીકરીઓ તાત્કાલીક મૃત્યુ પામી હતી અને ત્રીજી દીકરી હોસ્પીટલ પહોંચતાં પહેલા મૃત્યુ પામી હતી.

પાંચ દીકરીઓના પિતા છેદુ ખુશવાહાએ ગઇ કાલે પરોઢિયે ચાર વાગ્યે ઊંઘતી ૧૨ વર્ષ, ૭ વર્ષ, અને ૪ વર્ષની બાળકીઓ પર હથોડો લઇ તેમના માથા છુંદી નાખ્યા પછી ત્રણેયના શરીર પરકેરોસીન છાંટીને દીવાસળી ચાંપી હતી. છેદુના ઘરમાં આગની જવાળાઓ જોઇને પાડોશીઓએ તેને દોરડા વડે બાંધ્યો હતો. બીજી બાજુ કેટલાક લોકોએપોલીસને જાણ કરી હતી.

છેદુએ બે દિવસ પહેલા તેની પત્નીની પણ મારપીટ કરી હતી. વારંવાર મારપીટથી પરેશાન પત્ની બે દીકરીઓને લઇને બાજુના ગામમાં પિયરે જતી રહી હતી. પોલીસે છેદુ ખુશવાહાની ધરપકડ કરી છે

(2:45 pm IST)