Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

૪ લાખ સુરક્ષા કર્મચારીઓ મોટી હડતાળની તૈયારીમાં

આ કર્મચારીઓને સૌથી મોટી સમસ્યા સુરક્ષા નિર્માણના ક્ષેત્રમાં પ્રાઇવેટાઇઝેશનથી છે

નવીદિલ્હી, તા.૧૪: દેશના ચાર લાખ સુરક્ષા કર્મચારીઓ જાન્યુઆરીમાં ૩ દિવસની હડતાળની તૈયારી કરી રહ્યાં છે. થલસેના અને વાયુસેનાની વર્કશોપ, નેવલ ડોકસ અને ૪૧ ઓર્ડિનન્સ ફેકિટ્રયોમાં કામ કરનારા આ કર્મચારી ૨૩થી ૨૫ જાન્યુઆરી વચ્ચે ભારે પ્રદર્શન કરશે. કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં આ કર્મચારીઓએ મંગળવારે બપોરે જમવાનો બહિષ્કાર કર્યો. આ કર્મચારીઓને સૌથી મોટી સમસ્યા સુરક્ષા નિર્માણના ક્ષેત્રમાં પ્રાઈવેટાઈઝેશનથી છે.

ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેશરેશન (AIDEF)ના જનરલ સેક્રેટરી સી શ્રીકુમારે અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, શ્નઆજે અમે માત્ર લંચ છોડ્યું છે પણ સરકારે અમારી વાત ન સાંભળી તો અમે જાન્યુઆરીમાં મોટું પ્રદર્શન કરવાની યોજના બનાવી રહ્યાં છીએ. જેનાથી નેવલ ડાઙ્ખકસની સાથે-સાથે થલસેના અને વાયુસેનાની વર્કશાપ્સમાં ત્રણ દિવસ માટે કામકાજ ઠપ્પ થઈ જશે.

આ વિશે ડિરેકટર જનરલ ઓ કવાલિટી અશ્યોરન્સ (DGOA)ની સાથે કામ કરી રહેલા એક યૂનિયન લીડરે જણાવ્યું કે, શ્નસરકાર અમારી નોકરીઓ છીનવી રહી છે અને રણનૈતિક ક્ષેત્રોની ચાવી પ્રાઈવેટ સેકટરના હાથમાં આપી રહી છે, આવામાં અમે સરકારનું ધ્યાન અમારી તરફ ખેંચવા માટે બીજું કંઈ વિચારી શકતા નથી.

કેન્દ્ર સરકાર ડિફેન્સ સેકટરમાં પ્રાઈવેટ સેકટર માટે નવી તકો પેદા કરી રહી છે. સરકારની યોજનાઓ અંતર્ગત લેવામાં આવેલા નિર્ણયોમાં ૨૦૦ વધુ ડિફેન્સ ગેજેટ્સને નોન-કોર ઘોષિત કરવા પણ શામેલ છે, જેના કારણે સુરક્ષા બળ હવે તેમને સીધા બજારમાંથી ખરીદી શકે છે. આ ઉપરાંત PSUને અનિવાર્ય બનાવવુ અને ઓર્ડિનન્સ ફેકિટ્રયોને તેમના કામના ઓછામાં ઓછા ૨૫ ટકા કામ પ્રાઈવેટ કંપનીઓને આપવા એ પણ નિર્ણયોમાં શામેલ છે. સુરક્ષા મંત્રાલય સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ પોલિસીને પણ અંતિમ રૂપ આપી ચૂકયું છે, જેનાથી ડિફેન્સ ગેજેટ્સના નિર્માણ કાર્યમાં પ્રાઈવેટ પાર્ટનરશિપ વધશે.

(12:02 pm IST)