Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

BSNLનો બ્રોડ બેન્કમાં ધડાકો : દિવાળીની જબરી ભેટ : ૪૯૯માં ૩૦૦ જીબી સુધી સ્પીડ મળશે

રાજકોટ, તા. ૧૪ : બીએસએનએલએ ગ્રાહકોને દિવાળીની ભેટ આપી છે.  બીએસએનએલ દ્વારા બ્રોડબેંડ ગ્રાહકો ને નવા વર્ષની ભેટ..... બીએસએનએલ દ્વારા દેશભરનાં બ્રોડબેંડ ગ્રાહકો માટે મંથલી કોમ્બો પ્લાન  ૪૯૯મા ૧૦ એમબીપીએસ સ્પીડ  ૪૦ જીબી સુધી મળતી તેના બદલે ૩૦૦ઇ સુધી આ સ્પીડ મળશે , આજરિતે ૬૯૯ પ્લાન મા ૬૦ જીબીને બદલે ૫૦૦ જીબી સુધી , ૯૯૯ પ્લાન માં ૧૨૦ જીબીને બદલે ૭૫૦ જીબી સુધી અને ૧૧૯૯ પ્લાન માં ૧૦૦ જીબી ને બદલે ૧૦૦૦ જીબી સુધી હાઈ સ્પીડ બેંડવિથ અપટુ ૧૦ એબીપીએસ મળશે જે ૯૦૦% વધારો કરેલ છે અને ત્યાર બાદ ૨ એમબીપીએસ ફ્લેટ સ્પીડ મહિનાનાં બાકી દિવસ મળતી રહેશે. આ પ્લાન નો આજ થી અમલ કરવામાં આવેલ છે. જે નવા અને જુના દરેક પ્લાન માં લાગુ પડશે.

(12:10 pm IST)