Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

આજે ૧૫ નવેમ્બર : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા ઈરશાદ મીરઝાની પ્રથમ પૂણ્યતિથિ

કોંગ્રેસ પક્ષમાં ૪ાા દાયકાની બિનવિવાદાસ્પદ સક્રિય કારકીર્દી ધરાવતા દિગ્ગજ નેતા હતા : રાજકોટના પરેશ પંડ્યા ૩ાા દાયકાથી ઈરશાદ મીરઝાના ગાઢ સાથી રહેલા : ઈન્દીરાજી, રાજીવજીએ ઈરશાદ મીરઝાને ફકત ૩૪ વર્ષની ઉંમરે રાજયસભા માટે પસંદ કર્યા : કુરાનની આયાતો વેદ- પુરાણ- ગીતાના શ્લોકો ઉચ્ચારી શ્રોતાજનોની મંત્રમુગ્ધ કરતા વકતા હતા : ઈન્દીરાજી, રાજીવજી, સોનીયાજી, રાહુલજીની ટીમમાં કાર્ય કરનાર અનુભવી નેતા હતા : દેશના વિવિધ રાજયોમાં ચુંટણીકાર્ય તથા સંગઠનકાર્યમાં પ્રભારી સચીવ પદે સફળ રહ્યા

રાષ્ટ્રીયકક્ષાએ રાજકીય આકાશગંગાના તેજ પુંજ હતા શ્રી ઈરશાદબેગ મીરઝા. જન્મે મુસ્લીમ, પાંચ ટાઈમના નમાઝી, પુરો રમઝાન માસ રોઝા રાખનાર, કુરાનના વાંચક જ નહી તેને અનુશરનાર, બાઈબલના અભ્યાસુ તથા હિન્દુ ધર્મમાં વેદ- પુરાણ અને ગીતાનો આદરપૂર્વક અભ્યાસ કરી તેના શ્લોકો શુધ્ધ સંસ્કૃતમાં ઉચ્ચારી તેનો ભાવાર્થ કરનાર અને સંપૂર્ણ માન આપનાર એક ઉચ્ચ સંસ્કારી રાજપુરૂષ હતા. તેમના જેવા દિવો લઈને શોધવાથી ભાગ્યે જ મળવાપાત્ર હોય. તેઓ ઋગ્વેદનો એક શ્લોક ખાસ બોલતા અને જીવનભર તેને અનુશર્યા પણ ખરા.

આ નો ભદ્રાઃ ક્રતનો યન્તુ વિશ્વતઃ

દરેક દિશાઓથી અમને શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ

નિવાર્સ્થભાવે કાર્યરત રહેવુ ગરીબ- તવંગર, નાત- જાત, નાના- મોટાનો ભેદભાવ રાખ્યા વગર દરેકને સાથે લઈ માન આપી ચાલવું. કોંગ્રેસપક્ષની વિચારધારાને અનુશરી, તેમમાં જોડવાનું કાર્ય તેમના ૪૭ વર્ષના રાજકીય જીવનમાં અગ્રેસર હતુ. તેમની પક્ષ પ્રત્યેની વફાદારી ગમે તેવી પરીસ્ગથીતીમાં અડગ હતી, બિનવિવાદાસ્પદ રાજકીય જીવન જીવ્યા.

વિશ્વકક્ષાના વિચક્ષણ રાજનેતા, પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઈન્દીરા ગાંધી ૧૯૭૮-૭૯માં ગુજરાતના પ્રવાસે આવેલ સાબરકાંઠાની એક સભામાં મંચ પરથી યુવા નેતા ઈરશાદ મીરઝાનું ભાષણ સાંભળ્યુ અને તેમની આંખ ચમકી તે યુવાનને અમદાવાદ સરકીટ હાઉસ મળવા બોલાવ્યો તેની શકિતી પારખી તેને યુવક કોંગ્રેસમાં રાજયકક્ષાએ હોદ્દો આપ્યો અને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી બનાવ્યા. આમ આ તેજસ્વી યુવા નેતાનું પક્ષ માટે સંગઠનાત્મક કાર્ય શરૂ થયુ. શ્રી રાજીવ ગાંધી રાજકીય ક્ષેત્રે સક્રિય થયા રાષ્ટ્રીય મહામંત્રી બન્યા, ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશનના ઈન્ચાર્જ બન્યા, યુવક કોંગ્રેસને પ્રથમ કાર્યક્રમ આપ્યો કે દરેક રાજય યુનિટે ગ્રામ્ય કક્ષા સુધી પદયાત્રા કરી ઘરે- ઘરે જઈ પ્રજાના પ્રશ્નનો રાજયભરમાંથી જાણવા અને રીપોર્ટ કરવો. આ કાર્યક્રમને પોતાના રાજયમાં અત્યંત સફળતાપૂર્વક યોજનાર પ્રદેશ યુવક કોંગ્રેસ અધ્યક્ષ ઈરશાદ મીરઝાના કાર્યની ભારે નોંધ લઈ ઈદીરાજી અને રાજીવજીએ તેમને રાજયસભા માટે પસંદ કર્યા, તેઓ ૩૪ વર્ષના અને ગૃહના સૌથી નાની ઉંમરના સભ્ય હતા. બીજી ટર્મ માટે પણ પસંદ કરાયા આ દરમ્યાન તેઓ સ્પીકર્સ પેનલના સભ્ય બનતા વતન મોડાસા, જિલ્લો સાંબરકાઠા અને ગુજરાતને રાજયસભાના સર્વોચ્ચ સ્થાને સફળતાપૂર્વક સ્થાન અપાવ્યુ આ સમયે વિરોધપક્ષે  બાજપાઈજી અને અડવાણીજી રાજયસભાના સભ્યપદે હતા. ઈરશાદ મીરઝા આ ઉપરાંત વિષેશાધિકાર સમિતિ, રાજભાષા સમિતિ (જેમા તેઓ અને બાજપાઈજી સાથે સભ્ય હતા) અલિગઢ યુનિ.ના સેનેટર, બેફોર્સ સંસદિય સમિતિના સભ્ય, યુવા સાંસદોના નેતા બની અન્ય દેશોની સતાવાર મુલાકાતે ગયા. ગૃહમાં કોંગ્રેસ પક્ષના મુખ્ય વકતાઓમાંના એક હતા, આ પ્રભાવી વકતાએ ગૃહમાં હિન્દી, ઉર્દુ અને અંગ્રેજીમાં અસરકાર વકતવ્ય આપી પ્રખર વકતા તરીકે સ્થાન પ્રાપ્ત કરેલ.

ઈરશાદ મીરઝા ૨૩ વર્ષ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી પદે રહી ગ્રામ્યથી રાજયભરના કાર્યકરો આગેવાનોના સીધા સંપર્કમાં આવ્યા, પ્રદેશ કાર્યાલયમાં તેમની હાજરી અચુક રહેતી. ૨૦૦૧માં કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીએ પોતાની ટીમના સભ્ય બનાવી. રાષ્ટ્રીય સચીવની જવાબદારી સોપી જીવન પર્યત (૧૫ નવેમ્બર ૨૦૧૭ સુધી) તેઓએ આ પદ શોભાવ્યું. આ દરમ્યાન તેઓ એક કુશળ સંગઠન કર્તા તરીકે રાષ્ટ્રીય કક્ષાએ પ્રસ્થાપીત થયા, તેઓએ રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચીમ બંગાળ, છત્તીસગઢ, ઓરીસ્સા, ગોવા, હિમાચલ પ્રદેશ, હરીયાણામાં સંગઠન કાર્ય કે ચુંટણીકાર્યમાં પ્રભારી તરીકે પક્ષના વફાદાર સૈનિક બની પ્રામાણીકતા પૂર્વક નોંધીનય પ્રદાન આપયું.

ગુજરાતમાં પણ ધારાસભા કે લોકસભાની ચૂંટણી સમયે ધુરંધર વકતા ઈરશાદ મીરઝાની માંગ રહેતી, તેમા સૌરાષ્ટ્ર- કચ્છમાં તેમની સાથે રહેવાની તક મને હંમેશા પ્રાપ્ત થયેલ છે. ૧૯૮૦થી જીવન પર્યાપ્ત તેમના ગાઢ સાથી રહેલ પરેશ પંડ્યા વધુમાં જણાવે છે કે જુદા જુદા રાજયોમાં તેમના મદદનીશ તરીકે તેમની સાથે રહી મને ખુબ શીખવા મલ્યું છે. પ્રમાણીક, બિનવિવાદાસ્પદ, સંસ્કારી, પક્ષને વફાદાર, નિષ્ઠાવાન આદરણીયા ઈરશાદબેગ મીરઝાએ હંમેશ કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબુત કરવાના પ્રયત્નો કરેલ છે. રાજસ્થાનમાં બ્લોકથી પ્રદેશ કક્ષા સુધીના તેમના સંગઠનાત્મક કાર્યનો હું સાક્ષી છું. આજે પણ તેમને દેશના જુદા જુદા રાજયોનાં આદરપૂર્વક યાદ કરવામાં આવે છે.

વતન રાજય ગુજરાતમાં ગ્રામ્ય કક્ષાએથી પ્રદેશ કક્ષાના કાર્યકરો, આગેવાનો વ્યકિતગત તેમને માન સન્માન આપતા, આજે પણ આપે છે. છતાં એ પણ હકીકત છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ આ રાષ્ટ્રીય કક્ષાએ ઉજજવલ કારકિર્દી ધરાવતા નેતાનું યોગ્ય માન જાળવવામાં ઘણી વખત ઉણી ઉતરી છે.

ગુજરાતના આદરણીય નેતા ઈરશાદબેગ મીરઝા ઈદીરાજી, રાજીવજી, સોનીયાજી, રાહુલજીની ટીમમાં સન્માન પૂર્વક સફળ કાર્ય કરનાર હતા. ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સાથે નજીકથી જોડાઈ પક્ષનું નોંધનીય કાર્ય કરનાર અને તેઓની પાસેથી પણ માન. આદર પામનાર બનેલ હતા.

ઈરશાદબેગ મીરઝાની ૧૫ નવેમ્બર ૨૦૧૮ પ્રથમ પૂણયતિથિ છે. ત્યારે તેમને સંપૂર્ણ માન સન્માન સાથે ભાવાંજલી, શ્રધ્ધાંજલી, શબ્દાંજલી, પુષ્પાંજલી અપી નમન સાથે યાદ કરીએ, તેમના કાર્યોમાંથી પ્રેરણા લઈએ.

શ્રી પરેશભાઈ પંડ્યા, (મો.૯૮૨૫૨ ૧૮૯૦૩)

(12:08 pm IST)