Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

૧૫ માંથી ૧૦ IPO ના ભાવ ઓફર-પ્રાઇઝ કરતાં નીચે

વોલેટાઇલ માર્કેટ અને નીરસ સેન્‍ટિમેન્‍ટ જવાબદાર

મુંબઇ તા ૧૪ :  ચાલુ વરસ દરમ્‍યાન બજારમાં આવેલા અને લિસ્‍ટેડ થયેલા ૧૦૫  IPO માંથી ૧૦ IPO  ના શેરના ભાવ ઇસ્‍યુ પ્રાઇસથી નીચે બોલાઇ રહ્યા છે. લગભગ આ ઘટાડો ૦.૫ ટકાથી લઇ ૫૩ ટકા સુધીની રેન્‍જમાં રહ્યો છે. સોૈથી વધુ ઘટનાર શેરમાં ICICI  સિકયોરિટીઝના શેરનો ભાવ ૫૩ ટકા જેટલો તૂટયો છે. એની ઇસ્‍યુ પ્રાઇસ ૫૨૦ રૂપિયા હતી.

આ ઉપરાંત ઇન્‍૯ો સ્‍ટાર કેપિટલ ફાઇનેન્‍સના શેરનો ભાવ ૪૫ ટકા નીચે ઊતરી ગયો છે , જે ૫૭૨ રૂપિયામાં ઓફર થયો હતો. માર્કેટ વોલેટિલિટી અને ઇન્‍વેસ્‍ટરોના સેન્‍ટિમેન્‍ટ પર નિરાશાજનક અસરને કારણે આ ભાવ નીચે ગયા હતા. જોકે રેલ ઇન્‍ડિયા ટેકનિકલ એન્‍ડ ઇકોનોમિક સર્વિસ (RITES-રાઅઇટ્‍સ) નો શેર વધ્‍યો હતો. જેમાં ૧૮૫ રૂપિયાના ઓફર ભાવ સામે ૪૬ ટકાનો ઉછાળો આવ્‍યો હતો. એ જ રીતે ફાઇન ઓર્ગેજિકસ ઇન્‍ડસ્‍ટ્રીઝના શેરે ૪૨ ટકા વળતર આપ્‍યું હતું

જોકે અહીં એ નોંધવું જરૂરી છે કે ઓગસ્‍ટથી અત્‍યાર સુધીમા  ં સેન્‍સેકસ ૩૪૦૭ પોઇન્‍ટ નીચે ઊતરી ગયો હતો. આ સમયમાં  છેલ્લા મહિને બજારની કથળેલી સ્‍થિતિને ધ્‍યાનમાં રાખી ઇન્‍ફાસ્‍ટ્રકચર પ્રોવાઇડર કંપની દિનેશ એન્‍જિનિયરિંગે એના IPO ની ઓફરને પાછી ખેેંંચી લીધી હતી.

 

 

(11:54 am IST)