Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

કૌભાંડી નિરવની નાલાયકી...પંજાબ નેશનલ બેન્‍કને ડીંગો બતાવ્‍યો જ્‍યારે વિદેશ બેંકોને કરોડો ચૂકવવા રાજી થઈ ગયો

૧૩૦૦૦ કરોડનું બુચ મારી ભાગી જનાર નિરવ મોદી હાલ ફરાર છે

નવી દિલ્‍હી, તા. ૧૪ : પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્‍ય આરોપી નિરવ મોદીની શોધખોળ હજુ ચાલુ છે. નિરવ મોદી ભારતની બેંકોના હજારો કરોડ રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે અને પરત કરવા રાજી નથી પરંતુ હવે તે બે વિદેશી બેંકો પાસેથી લીધેલી લોન પરત કરવા રાજી થઈ ગયો છે.

અમેરિકાની એચએસબીસી બેંક અને ઈઝરાયલ ડીસ્‍કાઉન્‍ટ બેંકને નિરવ મોદીની કંપનીઓ પાસેથી વસુલાત થઈ ગઈ છે. બન્ને બેંકોને ન્‍યુયોર્કની કોર્ટ તરફથી વસુલાત કરવાનુ ફરમાન મળ્‍યુ હતુ જે આ બન્ને બેંકોએ પુરૂ કર્યુ છે.

અત્રે નોંધનીય છે કે એક તરફ જ્‍યાં ભારતની પંજાબ નેશનલ બેંક હજુ સુધી પૈસા વસુલવામાં નિષ્‍ફળ રહી છે તો બીજી તરફ વિદેશી બેંકોને સફળતા મળી છે. ન્‍યુયોર્કની આઈડીબી બેંકે નિરવ મોદીના ૩ કંપનીઓને ૧.૨૦ લાખ ડોલરની લોન ૨૦૧૩માં આપી હતી તો એચએસબીસીએ ૨૦૦૮માં ૧.૬૦ લાખ કરોડની લોન આપી હતી.

આ લોન નિરવ મોદીની કુલ સંપત્તિઓથી ઘણી ઓછી છે પરંતુ જે રીતે યુએસ ટ્રસ્‍ટીએ બેંકો અને કોર્ટને વિશ્વાસ અપાવ્‍યો છે કે તેમનુ લેણુ મળી જશે.

નિરવ મોદી પર ૧૩૦૦૦ કરોડના પીએનબી કૌભાંડનો આરોપ છે. નિરવની સાથે તેના મામા મેહુલ ચોકસી પર પણ આ કૌભાંડમાં સામેલ થવાનો આરોપ છે. બન્‍ને હાલ ફરાર છે.

(10:26 am IST)