Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

યુએસના કેલિફોર્નિયામાં સૌથી ભયાનક આગ, 44નાં મોત :દાવાનળથી અમેરિકાની પાવર લાઇનને જોખમ

અનેક શહેરો અને કસ્બા ખાલી કરવાનો આદેશ :આગ પેસિફિક મહાસાગર તરફ આગળ વધે છે

કેલિફોર્નિયામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે, મૃત્યુઆંક 44એ પહોંચ્યો છે આ દાવાનળથી અમેરિકાની પાવર લાઇનને જોખમ છે

નોર્થ કેલિફોર્નિયામાં લાગેલી આગમાં આજે વધુ 13 મૃતદેહો મળી આવ્યા છે. ગુરૂવારથી લાગેલી આ આગમાં હવે મૃત્યુઆંક 44એ પહોંચ્યો છે. કેલિફોર્નિયામાં કેમ્પ ફાયર અને લોસ એજન્લસમાં વૂસ્લે ફાયર કેલિફોર્નિયાના ઇતિહાસની સૌથી ભયાવહ આગ છે.

ઓથોરિટીને મૃતદેહો કારમાં, તેઓના ઘરમાં, વાહનોની બાજુમાંથી મળી રહ્યા છે. વળી, નોર્થ કેલિફોર્નિયાની આગ પેસિફિક મહાસાગર તરફ આગળ વધી રહી છે. જેને જોતાં આગામી દિવસોમાં PG&E પાવર લાઇનને પણ નુકસાન થવાની શક્યતાઓ છે.

27,000ની વસતી ધરાવતું પેરેડાઇઝ ટાઉન સાવ નાશ થયું છે. 80 કિમી/કલાકની ઝડપે ચાલી રહેલા પવનના કારણે અનેક શહેરો અને કસ્બાઓને ખાલી કરાવવાનો આદેશ આપ્યો છે.

(9:46 am IST)