Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

અમેરિકામાં યોજાઇ ગયેલી મધ્‍યસત્રી ચૂંટણીઓમાં ઇન્‍ડિયન અમેરિકન ઉમેદવારોનો ડંકોઃ સ્‍ટેટ હાઉસ રીપ્રેઝન્‍ટેટીવ તરીકે ૧ ડઝન જેટલા ભારતીયો ચૂંટાઇ આવ્‍યાઃ ઓહિયોમાંથી શ્રી નિરજ અંતાણીની હેટ્રીકઃ સતત ત્રીજી વખત વિજેતા

વોશીંગ્‍ટનઃ અમેરિકામાં ૬ નવેં.૨૦૧૮ના રોજ યોજાઇ ગયેલી મધ્‍યસત્રી ચૂંટણીઓમાં ૧ ડઝન જેટલા ઇન્‍ડિયન અમેરિકન ઉમેદવારો સ્‍ટેટ રીપ્રેઝન્‍ટેટીવ તરીકે ચૂંટાઇ આવ્‍યા છે.

કેન્‍ટુકીમાંથી કેમોક્રેટ ઉમેદવાર સુશ્રી નિમા કુલકર્ણી, મિચીગન હાઉસ ડીસ્‍ટ્રીકટ ૪૧માંથી સુશ્રી પદમા કુપ્‍પા, કેલિફોર્નિયાના ૨૭મા લેજીસ્‍લેટીવ ડીસ્‍ટ્રીકટમાંથી શ્રી આશ કાલરા, નોર્થ કેરોલિનામાંથી શ્રી જય ચૌધરી, તથા શ્રી નસીફ મજીદ, ચૂંટાઇ આવ્‍યા છે. જયારે ઓહિયો ૪૨મા ડીસ્‍ટ્રીકટમાંથી શ્રી નિરજ અંતાણી સતત ત્રીજી વખત વિજેતા ઘોષિત થયા છે. તેમણે રિપબ્‍લીકન ઉમેદવાર તરીકે વિજય હાંસલ કર્યો છે.

મેરીલેન્‍ડના ૧૭મા ડીસ્‍ટ્રીકટમાંથી શ્રી કુમાર બર્વે સ્‍ટેટ હાઉસમાં તરીકે ચૂંટાઇ આવ્‍યા છે. ઇલિનોઇસના ૮મા ડીસ્‍ટ્રીકટમાંથી શ્રી રામ વિલ્લિવલમ બિનહરીફ સ્‍ટેટ સેનેટમાં ચૂંટાઇ આવ્‍યા છે. તથા એરિઝોના હાઉસ ઓફ રીપ્રેઝન્‍ટેટીવ્‍સમાં ૨૪મા ડીસ્‍ટ્રીકટમાંથી શ્રી અમિશ શાહ વિજેતા વિજયી થયા છે.

(8:26 pm IST)