Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

અમેરિકાના પ્રેસિડન્‍ટ પદ માટે સુશ્રી તુલસી ગબ્‍બાર્ડ ઉપરાંત સુશ્રી કમલા હેરિસનું નામ પણ અગ્રસ્‍થાનેઃ હિન્‍દુ સાંસદ તુલસી ગબ્‍બાર્ડ તથા ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસવુમન સુશ્રી કમલા હેરીસ પ્રથમ ૧૦ ડેમોક્રેટ ઉમેદવારોની યાદીમાં

વોશીંગ્‍ટનઃ અમેરિકામાં ૨૦૨૦ની સાલમાં યોજાનારી પ્રેસિડન્‍ટ પદની ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર તરીકે ચર્ચામાં રહેલા નામો પૈકી હિંદુ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્‍બાર્ડ ઉપરાંત ઇન્‍ડિયન અમેરિકન સેનેટર સુશ્રી કમલા હેરીસનું નામ પણ અગ્રણી પ્રથમ ૧૦ ઉમેદવારોની યાદીમાં શામેલ થયું છે.

સુશ્રી કમલા પૂર્વપ્રેસિડન્‍ટ બરાક ઓબામાના સમર્થક તરીકે ઉભરી આવ્‍યા હતા. તથા ૨૦૧૬ની સાલથી તેવો કોંગ્રેસવુમન તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેમને આફ્રિકી અમેરિકન સહિત વિવિધ મૂળની મહિલાઓનું સમર્થન છે. ફીમેલ બરાક ઓબામા તરીકે સુવિખ્‍યાત ૫૪ વર્ષીય સુશ્રી કમલા આજની તારીખે ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સામેની સ્‍પર્ધામાં ૧૦ ટકા જેટલા વધુ મતોથી ચૂંટાઇ આવે તેવો સર્વે  છે. જો કે તેમણે પોતાની ઉમેદવારીને સમર્થન નથી આપ્‍યું કે વિરોધ પણ નથી કર્યો. તેવું જાણવા મળે છે.

 

(7:59 pm IST)