Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

દેશમાં રસીકરણનો આંકડો 97 કરોડને પાર પહોંચ્યો : હવે 100 કરોડનો આંક પાર થશે

વિમાન, ટ્રેન, જહાજ અને મેટ્રો પર કરવામાં આવશે જાહેરાત

 

 નવી દિલ્હી : દેશમાં કોરોના રસીકરણ અભિયાન દિવસે દિવસે વધી રહ્યું છે. આ સાથે, રસીકરણની સંખ્યા 97 કરોડને પાર કરી ગઈ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે ગુરુવારે સાંજે 7 વાગ્યા સુધી દેશભરમાં 27 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આજે રસીકરણનો 272 મો દિવસ હતો. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે કહ્યું કે, ભારત 18 કે 19 ઓક્ટોબરની આસપાસ 100 કરોડ રસીકરણ લક્ષ્‍ય પ્રાપ્ત કરવાની આશા છે.

  કોવિડ વોરિયર્સ પર કોફી ટેબલ બુકનું વિમોચન કરતી વખતે કહ્યું કે, ભારતમાં જ્યારે કોરોના રસીના 100 કરોડ ડોઝ લોકોને આપવામાં આવશે ત્યારે તેની જાહેરાત દરિયાઈ બંદરો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, મેટ્રો સ્ટેશન અને એરપોર્ટ પર કરવામાં આવશે. અત્યાર સુધી દેશમાં 73 ટકા પુખ્ત વયના લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 30 ટકા પુખ્ત વયના લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

આરોગ્ય મંત્રી માંડવિયાએ ટ્વિટ કરીને લખ્યું કે, દેશ 100 કરોડ રસીકરણ લક્ષ્‍ય તરફ આગળ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 97 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. અમે કોરોના સામેની લડાઈ ચાલુ રાખીશું. તેમણે કહ્યું, એકવાર 100 કરોડ ડોઝનું લક્ષ્‍ય પ્રાપ્ત થઈ જાય પછી, અમે એક મિશન મોડ પર જઈશું જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે જેમણે પ્રથમ ડોઝ લીધો છે તેઓ પણ કોવિડ-19થી પોતાનું રક્ષણ સુનિશ્ચિત કરવા માટે બીજો ડોઝ લઈ લે.

 

(11:52 pm IST)