Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ગર્ભપાતની સમયમર્યાદા ૨૦થી વધારી ૨૪ સપ્તાહ કરવાનો નિર્ણય

કેટલીક શ્રેણીની મહિલાઓને નિયમોમાં રાહત આપવા સરકારનો નિર્ણય

નવી દિલ્હી તા. ૨૪ : કેન્દ્ર સરકારે ગર્ભપાત સંબંધી નવા નિયમને અધિસૂચિત કરી દીધો છે. અમુક ખાસ પરિસ્થિતિઓની મહિલાઓના મેડિકલ ગર્ભપાત માટે ગર્ભની સમય સીમાને ૨૦ સપ્તાહથી વધારીને ૨૪ સપ્તાહ સુધી એટલે કે પાંચ મહિના કરી દેવામાં આવી છે. સંસદમાં પાસ થયેલ ગર્ભનુ (સુધારા) બિલ, ૨૦૨૧ હેઠળ આ નવા નિયમને લાગુ કરવામાં આવ્યો છે.

ગર્ભનુ મેડિકલ ટર્મિનેશન (સુધારા) બિલ, ૨૦૨૧ આ વર્ષે માર્ચમાં પાસ કરવામાં આવ્યો છે. અહીં ખાસ પરિસ્થિતિઓની મહિલાઓનો અર્થ રેપ પીડિત, સગીર, એવી મહિલાઓ જેમની વૈવાહિક સ્થિતિ ગર્ભાવસ્થા દરમિયાન બદલાઈ હોય અથવા તે વિધવા થઈ ગઈ હોય કે પછી ડિવોર્સી હોય અથવા બાળક સ્વસ્થ ન હોય અથવા બાળકમાં માનસિક કે શારીરિક વિકૃતિ હોવાની સંભાવના હોય, દિવ્યાંગ મહિલાઓ છે.

જૂના નિયમ અનુસાર ત્રણ મહિના (૧૨ સપ્તાહ)ના ગર્ભપાત માટે એક ડોકટર, ૫ મહિના (૨૦ સપ્તાહ)ના ગર્ભપાત માટે ૨ ડોકટરની જરૂર પડતી હતી પરંતુ હવે ગર્ભની સમય સીમા ૫ મહિના કરી દીધી છે અને જો વિષમ પરિસ્થિતિઓમાં ગર્ભપાત ૬ મહિનામાં કરાવવાની સ્થિતિ પેદા થાય તો તેના માટે મેડિકલ બોર્ડની રચના થશે અને તેમાં મહિલાના સ્વાસ્થ્યને જોઈને નિર્ણય લેવામાં આવશે.

(2:15 pm IST)