Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

પુત્રી જન્મી તો પિતાએ અપનાવાથી કર્યો ઇન્કારઃ હોસ્પિટલમાં રાહ જોતી રહી માતા

કેટલાક લોકોના વિચાર આજે પણ બદલાયા નથી સમાજને શર્મસાર કરે તેવી તસવીર સામે આવી : પતિ પ્રદીપ સાહનીએ ફોન પર ગુસ્સામાં કહ્યું કે બાળકી સાથે પત્ની ઘરે આવવી જોઈએ નહીં: જો તે આવશે તો હું તેની હત્યા કરી નાખીશ

પશ્ચિમ ચંપારણ(બિહાર),તા. ૧૪: બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના બગહામાં સમાજને શર્મસાર કરે તેવી તસવીર સામે આવી છે. સમાજમાં બેટી બચાવો, બેટી પઢાવોના નારા લાગે છે પણ કેટલાક લોકોના વિચાર આજે પણ બદલાયા નથી. બગહા નગરના શાસ્ત્રી નગર પોખરા ટોલાની રીતાએ મંગળવારની સાંજે એક બાળકીને જન્મ આપ્યો હતો. આ વાતની જાણ મહિલાના પતિ પ્રદીપ સાહનીને થઇ તો તે ગુસ્સે થયો હતો. તેણે પોતાની પત્ની અને નવજાત બાળકીને પોતાના દ્યરે લઇ જવાની ના પાડી દીધી હતી. મંગળવારની સાંજથી મહિલા પોતાના પતિની રાહ જોઈને હોસ્પિટલમાં બેસી રહી હતી. જયારે મોહલ્લાના લોકો પતિને સમજાવવા ગયા તો તે આત્મહત્યા કરવા માટે ગામના તળાવમાં કુદ્યો હતો.

મહિલાને ગર્ભવતીની હાલતમાં હોસ્પિટલમાં લઇને આવેલા આશા કાર્યકર્તા પુષ્પાએ જણાવ્યું કે પ્રદીપ સાહનીએ ફોન પર ગુસ્સામાં કહ્યું કે બાળકી સાથે પત્ની દ્યરે આવવી જોઈએ નહીં. જો તે આવશે તો હું તેની હત્યા કરી નાખીશ. બીજી તરફ હોસ્પિટલમાં મહિલાની સાસુને સ્થાનીય લોકો અને સ્વાસ્થ્યકર્મીઓએ પણ દ્યણા સમજાવ્યા જોકે તે નવજાત અને તેની માતાને દ્યર પર લઇ જવા તૈયાર થયા ન હતા. હોસ્પિટલમાં પણ આસપાસના વોર્ડમાં આ દ્યટના ચર્ચાનો વિષય બની હતી.

હોસ્પિટલના વ્યવસ્થા પ્રભારી ઉપાધિક્ષક ડોકટર રાજેશ સિંહ નીરજે જણાવ્યું કે મહિલાએ મંગળવારની સાંજે એક પુત્રીને જન્મ આપ્યો હતો. આ કારણે તેના પરિવારજનો તેના પર ભડકયા હતા અને નવજાત બાળકીને ઘર લઇ જવા માંગતા ન હતા. જોકે કલાકો ડ્રામા ચાલ્યા પછી મહિલાની સાસુ બુધવારે બપોરે મહિલા અને તેની પુત્રીને પોતાની સાથે લઇ ગયા હતા. બાળકીની માતા હજુ પણ ડરી રહી છે.

મળેલી જાણકારી પ્રમાણે મહિલા રીતા દેવીના લગ્ન પ્રદીપ સાહની સાથે પાંચ વર્ષ પહેલા થયા હતા. આ વર્ષમાં મહિલા ત્રણ વખત પ્રેગ્નેટ બની હતી અને ત્રણેય વખત પુત્રીનો જન્મ થયો હતો. જેમાં એક બાળકીનું મોત થયું હતું. આ વખતે ચોથી વખત મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. મંગળવારે સાંજે ડિલિવરી થયા પછી મહિલા હોસ્પિટલમાં બેસીને પોતાના પતિની રાહ જોતી રહી હતી. મહિલાનું કહેવું છે કે બાળકીનું લાલન પાલન તે કરી લેશે જોકે તેમ છતા પરિવારજનોએ તેને લઇ જવાની ના પાડી હતી.

રીતા દેવી પોતાની સાથે થયેલી દ્યટનાને બતાવતા રડી પડી હતી. તેણે કહ્યું હતું કે તેના લગ્ન બગહામાં થયા છે. પતિએ બાળકી સાથે દ્યરે આવવાની ના પાડી દીધી હતી. જોકે પિયરમાં તેના માતા-પિતા જીવિત નથી, જેમની પાસે જઈને તે રહી શકે.

(9:51 am IST)