Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

દિલ્હીને રહ્યું 'દૂર' :રોમાંચક મેચમાં કોલકાતા પહોંચ્યુ ફાઇનલમાં: . રાહુલ ત્રિપાઠીએ વિજયી છગ્ગો ફટકાર્યો

શુક્રવારે ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ફાઇનલ મેચ રમાશે.

મુંબઈ :  IPL 2021 ની ફાઇનલમાં હવે શુક્રવારે ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ફાઇનલ મેચ રમાશે. દિલ્હી કેપિટલ્સ સામે કોલાકાતા નાઇટ રાઇડર્સ એ 3 વિકેટ રોમાંચક જીત મેળવી હતી. ઇયોન મોર્ગને ટોસ જીતીને રન ચેઝ કરવાની રણનિતી અપનાવી હતી. આમ ઋષભ પંત ની ટીમ પહેલા બેટીંગ માટે મેદાને ઉતરી હતી. 20 ઓવરના અંતે દિલ્હીએ 5 વિકેટ ગુમાવીને 135 રન કર્યા હતા.

રાહુલ ત્રિપાઠીએ સિક્સર લગાવીને કોલકાતાને જીત અપાવી હતી.શરુઆત થી જ જીતનુ મન કોલકાતાની ટીમે બનાવી લીધુ હતુ. જુસ્સા ભેરની રમત બંને ઓપનરોએ કરી હતી અને તેમણે જીત જ નહી પરંતુ ફાઇનલમં પહોંચવાનો રસ્તો પણ લખી દીધો હતો. શુભમન ગીલ અને વેંક્ટેશ ઐય્યરે 96 રનની પાર્ટનરશીપ કરી હતી. તેમની આ રમતે જ દિલ્હીને તેના સપનાઓ થી દૂર કરી દીધુ હતુ. વેંકટેશ ઐય્યરે 55 રનની ઇનીંગ રમી હતી. તેણે 41 બોલમાં આ રમત રમી હતી, આ દરમ્યાન 3 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા.

શુભમન ગીલે 46 બોલમાં 46 રન કર્યા હતા. તેણે 1 છગ્ગો અને 1 ચોગ્ગો લગાવ્યો હતો. જ્યારે નિતીશ રાણાએ 12 બોલમાં 13 રન કર્યા હતા. તેણે પણ એક છગ્ગો પોતાની નાનકડી ઇનીંગ દરમ્યાન ફટકાર્યો હતો. ગીલ ઐય્યરે જોકે ટીમને જીતની નજીક મેચ લાવી મુકી દીધી હતી. દિનેશ કાર્તિક શૂન્ય રને ક્લિન બોલ્ડ થયો હતો. રાહુલ ત્રિપાઠી એ છગ્ગો લગાવીને જીત અપાવી હતી.

 

કાગીસો રબાડાએ એકવાર મેચમાં ફરી થી દિલ્હીને રોમાંચક રીતે લાવી દીધુ હતુ. જે મોકો અશ્વિને જબરદસ્ત રીતે ઝડપી લીધો હતો. રબાડાએ વેંકટેશ ઐય્યર અને બાદમાં દિનેશ કાર્તિકને ક્લિન બોલ્ડ કરી દીધો, આમ બે વિકેટ મેળવતા જ મેચનુ પાસુ પલટાતુ લાગ્યુ હતુ. તેણે 4 ઓવરમાં 23 રન આપ્યા હતા. એનરિક નોર્ત્જેએ પણ તેનો સાથ પુરાવતા 2 વિકેટ ઝડપીને દિલ્હીને ફરી એકવાર મેચમાં અંતિમ ઓવરોમાં મજબૂત સ્થીતીમાં લાવી દીધુ હતુ. તેણે 4 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ મેળવી હતી. આવેશ ખાને 4 ઓવરમાં 22 બોલમાં 1 વિકેટ મેળવી હતી. રવિચંદ્રન અશ્વિને અંતિમ ઓવરમાં કોલકાતાની 2 વિકેટ ઝડપી લીધી હતી. જોકે તેમની મહેનત અંતમાં એળે ગઇ હતી.

ટોસ હારીને મેદાને ઉતરેલી દિલ્હીની ટીમનો દમ ફરી એકવાર નબળો જોવા મળ્યો હતો. ટીમ ભલે ક્વોલીફાયર મેચમાં પહોંચ્યુ હોય, પરંતુ તેના બેટ્સમેનોની રમત નિરાશાજનક રહી હતી. પ્રથમ વિકેટ 32 રને પૃથ્વી શોના રુપમાં ગુમાવી હતી. તે 12 બોલમાં 18 રન કરીને એલબીડબલ્યુ આઉટ થયો હતો. ત્યાર બાદ માર્કસ સ્ટોઇનીશ 23 બોલમાં 18 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. તે વખતે ટીમનો સ્કોર 71 હતો. શિખર ધવન જેણે 39 બોલમાં 36 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 1 ચોગ્ગો લગાવ્યો હતો.

કેપ્ટન ઋષભ પંતે ફરી એકવાર નિરાશ કર્યા હતા. તેણે માત્ર 6 રન કર્યા હતા. વિકેટો હાથ પર હોવા છતાં પણ દિલ્હીની રમતમાં મહત્વની મેચનો જુસ્સો બેટ વડે જોવા મળતો નહોતો. શિમરોન હેયટમેર 17 મી ઓવરના 4 થા બોલે શુભમન ગીલ દ્રારા જબરદસ્ત કેચ ઝીલાયો હતો. પરંતુ થર્ડ અંપાયરે નો બોલ જાહેર કર્યો હતો જેને લઇ બાઉન્ડરી પર પહોંચેલ શિમરન પરત મેદાને આવ્યો હતો. તેણે 10 બોલમાં 17 રન કર્યા હતા. આ દરમ્યાન 2 છગ્ગા ફટકાર્યા હતા. શ્રેયસ ઐય્યરે 27 બોલમાં અણનમ 30 રન કર્યા હતા.અક્ષર પટેલ 4 રન કરીને અણનમ રહ્યો હતો.

વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ મેળવી હતી. તેણે ઓપનીંગ જોડીને તોડવા સહિતની મહત્વની વિકેટ ઝડપી હતી. 26 રન આપીને 4 ઓવરમાં તે બંને વિકેટ મેળવી હતી. લોકી ફરગ્યુશને 4 ઓવરમં 26 રન આપીને 1 વિકેટ મેળવી હતી. સુનિલ નરેને 4 ઓવરમાં 27 રન આપ્યા હતા. શાકીબ અલ હસને 4 ઓવરમાં 28 રન આપ્યા હતા. શિવમ માવી 4 ઓવર કરી હતી અને તેણે 1 વિકેટ ઝડપી હતી.

(11:32 pm IST)