Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

કર્ણાટકમાં રાજકીય ઊથલપાથલ જામી: કોંગ્રેસના દિગ્ગજ સિદ્ધારમૈયા અને ભાજપના દિગ્ગજ યેદિયુરપ્પા વચ્ચે ગુપ્ત મીટીંગ: ભાજપને નબળો પાડવાનો પ્લાન?

કોંગ્રેસ વર્કિંગ કમિટીનીના સભ્ય અને કર્ણાટક વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સિદ્ધારમૈયા એ કહ્યું છે કે જો એચ ડી કુમારસ્વામી સાબિત કરી આપે કે હું પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગગજ નેતા બી એસ યેદિયુરપ્પાને મળ્યો છું તો હું રાજકારણ છોડી દઈશ. ભૂતપૂર્વ મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ કહ્યું હતું કે ભાજપના  બી એસ યેદુરપ્પા અને કોંગ્રેસના સિદ્ધારમૈયા એ ભાજપને નબળો પાડવા માટે ગુપ્ત મિટિંગ યોજી હતી. આ આક્ષેપો પછી કર્ણાટકમાં મોટી રાજકીય ઉથલ પાથલ મચી ગઇ છે.

 

(11:05 pm IST)