Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

હવામાં ઉધરસ ખાવાથી વધી શકે કોરોનાનું જોખમ: નવા અભ્યાસમાં ચોંકાવનારો દાવો

પવનની દિશામાં ઉધરસ ખાવાથી સંક્રમણ ઉંચું જોખમ: બહાર માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી

નવી દિલ્હી :ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી બોમ્બેના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ પાતળી હવામાં પણ SARS-CoV2 સંક્રમણનું જોખમ વધી જાય છે, અભ્યાસમાં ઘરની બહાર માસ્ક પહેરવાની ભલામણ કરવામાં આવી છે, ખાસ કરીને જ્યારે હળવો પવન હોય. બુધવારે એક જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ ખુલ્લામાં ઉધરસ ખાય છે, ત્યારે તે દિશામાંથી પવન ફૂંકાવાને કારણે વાયરસ લાંબા અંતર સુધી ઝડપથી ફેલાય છે.

 

આઈઆઈટી, બોમ્બેના સહ-અભ્યાસકર્તા અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે, “આ અભ્યાસ પવનની દિશામાં ઉધરસ ખાવાથી સંક્રમણ ઉંચું જોખમ સૂચવે છે. તેના તારણો અનુસાર ખાસ કરીને પાતળી હવા ચાલવાની સ્થિતિમાં અમે માસ્ક પહેરવાની ભલામણ કરીએ છીએ. સંશોધકોએ કહ્યું કે ઉધરસ ખાતી વખતે કોણીનો ઉપયોગ કરવો અથવા ચહેરો બીજી તરફ ફેરવવા જેવી અન્ય માર્ગદર્શિકાઓનું પાલન કરવુ જોઈએ. જેથી બહારના લોકો સાથે મુલાકાતમાં સંક્રમણનું પ્રકોપ ઘટાડી શકાય.

(10:09 pm IST)