Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

કાશ્મીરમાં સફરજનના ટ્રક ઉપર ત્રાસવાદી હુમલો: બિન કાશ્મીરી ટ્રકચાલકની હત્યા

રાજસ્થાનના ટ્રકનો ડ્રાઈવર વિક્રમસિંહની હત્યા : સાથીદાર નાશી છૂટ્યો : ત્રાસવાદીઓએ સફરજન ના ટ્રકને સળગાવી દીધો

શ્રીનગર : દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં આવેલ સિંધુ સીરમલ ખાતે સફરજન ભરેલા ટ્રક ઉપર ત્રાસવાદીઓ ત્રાટક્યા છે.

 ટ્રકનો ડ્રાઈવર જે કાશ્મીરનો  ન હતો પરંતુ રાજસ્થાનનો વિક્રમસિંહ હતો તેની હત્યા કરી નાખી છે. જ્યારે તેનો સાથીદાર નાસી છુટ્યો હતો.

 ત્રાસવાદીઓએ સફરજન ના ટ્રકને સળગાવી દીધો છે.  લશ્કરી જવાનો અને પોલીસ સ્થળ ઉપર દોડી ગયેલ છે.

(12:38 am IST)