Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

લકઝરી લાઇફ કરતા રોમાન્સને વધુ મહત્ત્વ આપે છે યુવાનો : ૬૩ ટકા લગ્ન જીવનથી ખુશ

ઓકસફર્ડ ઇકોનોમિકસ એન્ડ ધ નેશનલ સેન્ટર ફોર સોશિયલ રિસર્ચનું સંશોધન

નવી દિલ્હી, તા. ૧૪ : ઓકસફર્ડ ઇકોનોમિકસ એન્ડ ધ નેશનલ સેન્ટર ફોર સોશિયલ રિસર્ચમાં જણાવાયું છે કે યુવાનો તેમની લકઝરી લાઇફથી વધુ પ્રેમસંબંધોને મહત્ત્વ આપે છે. જર્નલ નેચર કોમ્યુનિકેશનમાં પબ્લિશ એક અન્ય રિપોર્ટ કહે છે કે લકઝરી લાઇફ પ્રત્યે મહિલાઓ કરતા પુરૂષો વધુ આકર્ષાય છે. જર્નલ નેચર કોમ્યુનિકેશનમાં પ્રકાશિત સંશોધન મુજબ તેમનો આ ઝૂકાવ હોર્મોનના કારણે થાય છે.

ઓકસફર્ડના સંશોધકોએ બ્રિટનના ૮,રપ૦ લોકો પર સંશોધન કર્યું. સંશોધકોનો દાવો છે કે જે લોકો પૂરતી ઉંઘ લે છે તેઓ તેમનામાં પોતાના જીવનને લઇ સંતોષનું સ્તર વધુ હોય છે. જે લોકો પોતાના ઉપર વધુ ખર્ચ કરે છે અને ઉંઘ પૂરી કરી શકતા નથી તેની સરખામણીએ આ લોકો વધુ ખુશ હોય છે. સંશોધકોએ કહ્યું કે વ્યકિત તેમની ઉંઘને કેટલું મહત્ત્વ આપે છે તેના પરથી અંદાજ લગાવી શકાય કે તે પોતાના આરોગ્ય પ્રત્યે કેટલા ગંભીર છે. સંશોધનમાં ૬૩ ટકા લોકોએ કહ્યું કે તેઓ પોતાના જીવનથી સંતુષ્ટ છે. અભ્યાસમાં એવા લોકોનું જીવન પ્રત્યે વલણ વધુ સકારાત્મક હતું જે પોતાની મેરિડ લાઇફથી સંતુષ્ટ હતા. આમાં એ લોકો સામેલ હતાં જે એકિટવ રોમેન્ટિક લાઇફ જીવતા હતાં. રિપોર્ટમાં એ વાત પણ સામે આવી છે કે લોકો કારથી વધુ પોતાના સંબંધી, મિત્રો અને જોબ સિકયોરિટીને વધુ મહત્ત્વ આપે છે.  રિપોર્ટ અનુસાર ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની અધિકતાના કારણે લકઝરી લાઇફ જીવવાની ઇચ્છા થાય છે. ખાસ વાત એ છે કે આ અસર પુરૂષો પર વધુ થાય છે. આ હોર્મોન અમીર જેવા દેખાવા, જિમ કરવા અને આકર્ષક દેખાવાની ઇચ્છા પણ ઉત્પન્ન કરે છે.

(4:16 pm IST)