Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

જિનપીંગે નેપાળને પડખામાં લીધું: બે વર્ષમાં ૩૫૦ કરોડની સહાય દેશે

જમીન માર્ગે ચીન સાથે જોડવા બાબતે કરારોઃ ચીનને વિભાજીત કરવા પ્રયાસ કરનારાઓના હાડકા ભાંગી નાખવા ચીની પ્રમુખની ચીમકી

કાઠુમાંડુઃ વડાપ્રધાન મોદી સાથે મામલ્લાપુરમમાં અનૌપચારિક બેઠક પૂર્ણ કર્યા બાદ ચીનના પ્રમુખ નેપાળના બે દિવસના પ્રવાસે પહોંચ્યા હતા, જયાં તેમણે નેપાળને આગામી બે વ ર્ષમાં તેના વિકાસ કાર્યક્રમો તથા જમીની સંપર્ક માર્ગથી જોડાનારો દેશ બનાવવા માટે ૫૬ અબજ નેપાળી રૂપિયા (૩૫૦ કરોડ રૂપિયા)ની સહાયતા કરવાનું વચન આપ્યું છે. ચીનના પ્રમુખ જિનપિંગે કાઠમંડુમાં નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી સાથેની મુલાકાત બાદ આ જાહેરાત કરી હતી.

શી જિનપિંગ છેલ્લા ૨૩ વર્ષમાં નેપાળનો પ્રવાસ કરનારા ચીનના પહેલા પ્રમુખ છે. જિનપિંગે રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી સાથે તેમના સત્ત્।ાવાર નિવાસ શીતલ નિવાસમાં મુલાકાત કરી.

દરમિયાન હોંગકોંગમાં લોકશાહી તરફી મહિનાઓથી ચાલતા દેખાવો અને મુસ્લિમ લદ્યુમતી જૂથો પ્રત્યે ચીનના વ્યવહાર અંગે અમેરિકાની ટીકાઓ વચ્ચે જિનપિંગે રવિવારે ચેતવણી આપી હતી કે ચીનને વિભાજિત કરવાનો કોઈ પ્રયાસ કરશે તો તેના હાડકાં ભાંગી નખાશે. કચડી નાખશે.

(1:11 pm IST)