Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

કોંગ્રેસ કહેશે તો હું મધ્યપ્રદેશમાં તેમના માટે ચૂંટણીમાં પ્રચાર કરીશઃ હાર્દિક પટેલ

રાયસેનઃ ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલ જણાવેલ કે કોંગ્રેસ જો તેમનું સમર્થન માંગશે તો તેઓ મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતે યોજાનાર ધારાસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા પ્રચાર કરશે. મધ્યપ્રદેશના બેગમગંજમાં હાર્દિક પટેલે જણાવેલ કે હું અહિં પછાત વર્ગના કાર્યક્રમમાં આવ્યો છું પણ કોંગ્રેસ સમર્થન માંગશે તો હું મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તેમને માટે કામ કરીશ.

હાર્દિક પટેલે જણાવેલ કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસે મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી દેવા હતા. તેમણે નોટબંધીને દેશનું સૌથી મોટુ કૌભાંડ જણાવ્યું હતુ અને ભાજપ ઉપર પૈસા અને બાવળાના જોરે ચુંટણી જીતવાનો આરોપ લગાવેલ. જો કે ભાજપ તેમાં સફળ નહિં થાય કેમ કે દેશની જનતા હવે તેના ઇરાદાઓને ઓળખી ગઇ હોવાનુ તેમણે જણાવેલ.

(11:50 am IST)