Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

પાકિસ્તાનની આતંકવાદી મશીનરી પુર જોશમાં કાર્યરત છે લાઇન ઓફ કંટ્રોલ ઉપર વધુ સૈન્ય ગોઠવાયું

શ્રીનગરઃ નોર્ધને આર્મી કમાન્ડર લેફટનન્ટ જનરલ રણબીર સીંહે કહ્યુ છે કે આર્ટીકલ ૩૭૦ની નાબુદી વિરૂધ્ધનો ગુસ્સો કાશ્મીર ખીણમાં શાંત થતો જાય છે પરંતુ પાકિસ્તાન કોઇપણ ભાગે તેની આતંકી મશીનરીને પુનઃ કાર્યાન્વિત કરવા પ્રયાસો કરી રહયું છે. કાશ્મીર ખીણની સ્થિતિનું લેફ-જનરલ રણબીર સીંઘ સતત આકલન કરતા રહે છે.

પાકિસ્તાન સૈન્ય દ્વારા સીઝફાયરના ઉલ્લંઘન સાથે ઘુસણખોરીના પ્રયાસો લગભગ દરરોજ થાય છે.

જનરલ ઓફીસર કમાન્ડિંગ-ઇન-ચીફ, નોર્ધન કમાન્ડ, લેફટનન્ટ જનરલ રણબીરસિંધ સતત કાશ્મીર ખીણની પરિસ્થિતિની સમીક્ષા કરી રહેલા તસ્વીરમાં નજરે પડે છે

 જમ્મુ- કાશ્મીરમાં મુશ્કેલી ઉભી કરવા માટે રાહ જોઇ રહેલા પાકિસ્તાન સમર્થીત આતંકવાદીઓ દ્વારા ઘુસણખોરીમાં અસામાન્ય હિલચાલનો સામનો કરવા માટે ભારતીય સૈન્યએ છેલ્લો બે મહિનામાં લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર વધુ સૈનિકો તૈનાત કર્યા છે. રાજયમાં સૈન્યના ટોચના કમાન્ડરો માહેના એકને ટાંકીને હિન્દુસ્તાન ટાઇમ્સ નોંધે છે.

(11:35 am IST)