Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ઓશો મૌલિક ચિંતક છે

ઓશોને મેં જેટલા વાંચ્યા છે, તેનાથી હું તેમની બૌદ્ધિક પ્રખરતાથી જરૂર પ્રભાવિત થયો છું અથવા એમ કહું કે આતંકીત થયો છું. એવો કયો વિષય છે જેના પર તેમણે પોતાના વિચારો વ્યકત ન કર્યા હોય? પ્રાચીન અને અર્વાચીન દર્શન, ધર્મશાસ્ત્ર, તેના પ્રણેતા આ બધા પર તેમની વ્યાખ્યાઓ ઉપલબ્ધ છે. કોઈ ઓશો ભકતે મને ગુરૂનાનકની વાણી અંગેનું તેમનું એક પુસ્તક ભેટ કર્યુ, જેનું નામ છે 'એક ઓમકાર સતનામ'. તે ગુરૂનાનકની સર્વાધિક, વંચાયેલી અને વિચારપૂર્ણ રચના છે.

મહાપુરૂષોના જીવન સાથે જોડાયેલી અનેક દંતકથાઓ પ્રચલિત છે જે આજે બહુ સંગત નથી જણાતી. ઓશોની વિશિષ્ટતા એ છે કે તેમણે આવી દંતકથાઓમાં છુપાયેલા પ્રતિકાર્થોને શોધ્યા અને તેમને તાર્કીક સંગતી આપી.

ઓશોજી મારા માટે એક કૌતુહલ છે. મેં કયારેય તેમને કોઈ સિદ્ધપુરૂષ અથવા બુદ્ધ પુરૂષ રૂપે નથી સ્વીકાર્યા. એક દાર્શનિકના રૂપમાં તેમનાથી હું પ્રભાવિત થયો અને હંમેશા મેં એ અનુભવ કર્યો કે તેઓ બહુ મોટા વિચારક છે અને બહુ મોટા મૌલિક ચિંતક છે. ઓશોએ મને બૌદ્ધિક રીતે પ્રભાવિત કર્યો છે. (૩૭.૪)

ડોકટર મહીપસિંહ (સાહિત્યકાર)

(11:31 am IST)