Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

Instagram ઉપર નવો વિક્રમ સર્જતા નરેન્દ્ર ભાઈ

30 મિલિયન ફોલોઅર્સ (૩ કરોડ)ને પાર કર્યા : વિશ્વમાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા રાજકીય નેતા બન્યા

નવી દિલ્હી: એક નવા સીમાચિહ્નરૂપ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રવિવારે ઇન્સ્ટાગ્રામ પર 30 મિલિયન ફોલોઅર્સ (૩ કરોડ)ને પાર કર્યા છે .

આ સાથે જ વિશ્વભરમાં નરેન્દ્રભાઈ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા રાજકીય નેતા બની ગયા  છે, 

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો 25.6 મિલિયન અનુયાયીઓ ધરાવે છે અને યુ.એસ.ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા જે 13 ઓક્ટોબર સુધીમાં 24.8 મિલિયન અનુયાયીઓ ધરાવતા હતા, તે નરેન્દ્રભાઈથી હવે પાછળ રહી ગયા છે

(8:19 am IST)