Gujarati News

Gujarati News

News of Sunday, 14th October 2018

ભારતીય સેનામાં નવીનીકરણને લઇ થનારા મેગા પ્લાનને આપવામાં આવી લીલી ઝંડી

આ પ્લાન હેઠળ માત્ર વર્ષો જુનાકમાંડર્સને ખતમ કરવામાં આવશે, પરંતુ સેનાને યોગ્ય આકાર પણ આપવામાં આવશે.

નવી દિલ્હી, દુનિયાની સૌથી મોટી સેનાઓમાં શામેલ એવી ભારતીય સેનામાં થનારા મોટા ફેરફારને લઇ એક મેગા પ્લાન બનાવવામાં આવ્યો છે, અને આ પ્લાનને મંજુરી પણ આપવામાં આવી છે.

ભારતીય સેનાના ટોપ કમાંડરોને લઈ એક મહત્વનું પગલું ઉઠાવતા ઓફિસર કેડરમાં નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ પ્લાન હેઠળ  માત્ર વર્ષો જુના કમાંડર્સને ખતમ કરવામાં આવશે, પરંતુ સેનાને યોગ્ય આકાર પણ આપવામાં આવશે. આ ઉપરાંત વધી રહેલા ખર્ચાઓ પર પણ લગામ લગાવવામાં આવશે.

સેનાન અધિકારીઓએ જણાવ્યું હતું કે, આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ (ACC)માં પ્રમુખ નીતિગત વિચારો અને ઓપરેશનલ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ આ પ્લાનને મંજૂરી આપવામાં આવી છે.

સેના સાથે જોડાયેલા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ભારતીય સેનાના આ ફેરફારોને ચરણબદ્ધ રીતે જ લાગુ કરવામાં આવશે. આ તમામ મુદ્દાઓ પર ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકન કરવામાં આવશે અને જરૂરત પડે તો એમાં સંશોધન પણ કરવામાં આવશે.

આ ઉપરાંત સેના દ્વારા સુરક્ષાબળોની કાર્યક્ષમતા વધારવા, બજેટ ખર્ચ ઓછો કરવા, આધુનીકરણ તેમજ આંકાક્ષાઓ પે ધ્યાન આપીને આ તમામ ઉદ્દેશો પર અધ્યયન કરવામાં આવ્યું હતું.

(1:09 pm IST)