Gujarati News

Gujarati News

News of Sunday, 14th October 2018

#Me Too : બોલિવૂડના જાણીતા ગાયક એશ કિંગે આપ્યું વિવાદાસ્પદ નિવેદન: ફલટિંગમાં કશું ખોટ નથી

વાપીઃ બોલિવૂડના જાણીતા ગાયક એશ કિંગ વાપીમાં એક કાર્યક્રમમાં હાજરી માટે આવ્યા હતા. દેશમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા #Me Too અભિયાન અંગે એશ કિંગે જણાવ્યું કે, બોલિવૂડમાં તો આવું ચાલતું જ રહે છે અને ચાલતું જ રહેવાનું છે.

એશ કિંગે #Me Too અંગે જ્યારે સવાલ પુછવામાં આવ્યો તો તેણે હસતા-હસતા જણાવ્યું કે, "કામ હોને તક સ્વીટુ... ઔર બાદ મેં મી ટૂ. બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચ અને મી ટૂ તો ચાલતું જ રહેવાનું છે."

અત્યારે દેશમાં અનેક જાણીતી સેલિબ્રિટી જ્યારે જાતીય શોષણનાં આરોપોનો સામનો કરી રહી છે ત્યારે બોલિવૂડનો નવો ગાયક એશ કિંગ દોષીતોને સજા આપવાને બદલે તેમના બચાવમાં નિવેદન કરી રહ્યો છે.

(1:02 pm IST)