Gujarati News

Gujarati News

News of Thursday, 14th September 2023

પ્‍લેનના ટોયલેટને કપલે બેડરૂમ બનાવી દીધો : સંબંધો બનાવતો વીડિયો વાયરલ

ઇઝીજેટ કંપનીના પ્‍લેનમાં એક કપલ સેક્‍સ કરતા કેમેરામાં કેદ થયું

લંડન તા. ૧૪ : બ્રિટનથી સ્‍પેનના ઈબીઝા ટાપુ પર જતી ઈઝીજેટની ફલાઈટના ટોઈલેટમાં એક કપલ સેક્‍સ કરતા ઝડપાયું છે. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના ૮ સપ્‍ટેમ્‍બરે બની હતી. આ શરમજનક ઘટના સામે આવ્‍યા બાદ ફલાઇટ અધિકારીઓએ કપલને પ્‍લેનમાંથી હટાવી દીધું હતું. આ કપલનો સેક્‍સ માણતો વીડિયો અત્‍યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્‍યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્‍લેનના નર્વસ કર્મચારીઓ દરવાજાની બહાર રાહ જોઈ રહ્યા છે.

બાદમાં કોઈક રીતે દરવાજો ખોલતાં દંપતી વાંધાજનક હાલતમાં હતું. જોકે, દંપતીએ તરત જ દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન પ્‍લેનમાં સવાર અન્‍ય મુસાફરોએ આヘર્યમાં બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું. એક સ્ત્રીએ કહ્યું, ‘હે ભગવાન.' મહિલાએ તેના મિત્રોને પૂછ્‍યું કે તેઓએ આ ઘટનાનો વીડિયો બનાવ્‍યો છે કે નહીં. આ કપલને વાંધાજનક હાલતમાં જોયા બાદ પ્‍લેનમાં તૈનાત એર હોસ્‍ટેસ અને અન્‍ય સ્‍ટાફ ખૂબ જ શરમ અનુભવી રહ્યો હતો. કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે તેઓ સમજી શક્‍યા ન હતા.

આ ઘટનાના વીડિયો પર સોશિયલ મીડિયા પર ઘણી ફની ટ્‍વિટ કરવામાં આવી રહી છે. એક યુઝરે લખ્‍યું, ‘આ પ્‍લેનની અંદર કોઈને ચેપ લાગ્‍યો છે.' અન્‍ય એક યુઝરે લખ્‍યું, ‘વયસ્‍ક લોકો આ કપલ પર કેમ હસતા અને બૂમો પાડી રહ્યા છે જાણે કે તેઓએ ક્‍યારેય સેક્‍સ વિશે સાંભળ્‍યું જ નથી?' ત્રીજા યુઝરે લખ્‍યું, ‘મને આશા છે કે તે પાઇલટ નથી.' દરમિયાન, ઇઝીજેટના પ્રવક્‍તાએ ઘટનાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે વિમાન બ્રિટનના લ્‍યુટનથી સ્‍પેનના ઇબિઝા જઇ રહ્યું હતું. તેમણે કહ્યું કે ઘટના બાદ પોલીસને બોલાવવામાં આવી હતી અને પ્‍લેન ઇબિઝા એરપોર્ટ પર આવ્‍યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી.

(10:36 am IST)