Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ગાંધી પ્રિય પ્રાકૃતિક ઉપચાર કોરોના માટે ઉપયોગી

વિશ્વ બાદ દેશમાં કુદરતી ઉપચાર કોરોના માટે થઈ શકે છે કારગર : દરિયા કિનારાની ચોખ્ખી હવા કોરોના દર્દીઓ માટે ફાયદાકારક થઇ શકે છે ડોકટરોની અને નિષ્ણતોની ટિમ આ અંગે સંશોધન કરવા તૈયારીમાં: ડો. જે.રાધાકૃષ્ણ

નવી દિલ્હીઃ સ્પેનના બાર્સોલોનામાં કોરોના દર્દીને દરિયાની ચોખ્ખી હવા અનુકૂળ આવતા સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. આ કિસ્સાને ધ્યાનમાં લેતા તામિલનાડુના આરોગ્ય સચિવે તેમના રાજય માટે પણ આવા પ્રયોગો કરવા માટેની અનુમતિ જાહેર કરી છે. દરિયા કિનારે મળતી શુધ્ધ હવા અને સૂર્ય પ્રકાશથી મળતું વિટામિન ડી કોરોના દર્દી માટે રામબાણ સાબિત થઇ રહ્યું છે.

કોરોના દર્દીઓમાં ચોખ્ખી હવા સૂર્યપ્રકાશથી જે સકારાત્મક પરિણામો મળી શકયા છે તેના ઉપર સંશોધન કરવા માટે તામિલનાડુ સરકારે એક ખાસ પેનલની રચના કરી છે. આ પેનલમાંથી નિષ્ણાતોનો મત લેવામાં આવશે અને જો નિષ્ણાતોના મત અનુસાર કુદરતી ઉઅપ્ચાર પદ્ઘતિથી કોરોનના દર્દીઓની હાલતમાં સુધારો નોંધી શકાતો હોય તો આ દિશામાં વધુ આગળ કામ માટેની મંજૂરી આપી શકાય તેમ છે.

હકીકતમાં સ્પેનમાં એક હોસ્પિટલના કોરોના દર્દીને આઈસીયુમાં સારવાર હેઠળ હતો જેને બહારની દરિયા કિનારેની શુધ્ધ હવા અને વિટામિન ડી મળવાની સાથે જ તેના ફેફસાની કામગીરીમાં અનેક સકારાત્મક પરિણામો ત્યાંના ડોકટરોએ નોંધ્યા હતા. ડોકટરોની ટીમે આ કોરોના દર્દીને માત્ર ૧૦ મિનિટ જ દરિયાની હવા અને સૂર્ય પ્રકાશ આપ્યો અને એટલા સારા પરિણામ મળ્યા જેથી ત્યાંની સંશોધનની ટીમ આ દિશામાં વધુ સંશોધન કરવા કામ કરી રહી છે.

(3:46 pm IST)