Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

રાજ્યસભાના ઉપાધ્યક્ષની આજે ચૂંટણી :હરિવંશ અને મનોજ ઝા વચ્ચે મુકાબલો

હરિવંશ એનડીએના ઉમેદવાર:મનોજ ઝાને વિપક્ષ તરફથી મેદાનમાં

નવી દિલ્હી : કોરોના મહામારીના કારણે આ વખતે સત્રમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યાં છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આ વખતે અલગ અલગ ચાલશે. તો આ વખતે પ્રશ્નકાળ રહેશે નહીં. એલએસી ઉપર ચીનની સાથે વધી રહેલા તણાવ અને કોરોના મહામારીના મુદ્દે વિપક્ષે સરકારને ઘેરવાની તૈયારી કરી લીધી છે

 . આજે રાજ્યસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી પણ છે. જેમાં હરિવંશ અને મનોજ ઝા વચ્ચે મુકાબલો છે. હરિવંશ એનડીએના ઉમેદવાર છે તો મનોજ ઝાને વિપક્ષ તરફથી મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે

(10:31 am IST)