Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

લદ્દાખ સરહદે ભારત-ચીન વચ્ચે તનાતની : ટેન્કો તૈનાત

લડાકુ વિમાનો અને હેલિકોપ્ટર પણ તૈનાત કરાયાં : ભારતે પણ ટેન્ક, હોવિત્સઝર ગન્સ, એન્ટી ટેન્ક મિસાઈલ, સ્નાઈપર રાઈફલ જેવા હથિયારો ગોઠવી દીધા છે

નવી દિલ્હી, તા. ૧૩ : ભારત અને ચીન વચ્ચે લદ્ઘાખ મોરચે ગમે ત્યારે યુધ્ધ થાય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.  લદ્દાખમાં સીમાએ બંને તરફ સેનાઓએ ટેક્નો, મશીનગન સહિતના આધુનિક હથિયારોનો ખડકલો કરી દીધો છે. બંને દેશની વાયુસેના પણ આ મોરચે પોતાની તાકાતમાં વધારો કરી રહી છે. બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી વાટાઘાટોનુ કોઈ પરિણામ હજી સુધી આવ્યું નથી. બીજી તરફ, આ મોરચા પર ચીને લાઈટ ટેક્ન, ઈન્ફન્ટ્રી ફાઇટિંગ વ્હિકલ્સ, હોવિત્ઝર ગન્સ, એન્ટી ટેક્ન ગાઈડેડ મિસાઈલ્સ, લાઈટ મશિનગન, હેવી મશિનગન, સ્નાઈપર રાઈફ્લ્સ જેવા સરંજામથી સૈનિકોને સજ્જ કરી દીધા છે.

જવાબમાં ભારતે પણ ટેક્ન, હોવિત્સઝર ગન્સ, એન્ટી ટેક્ન મિસાઈલ્સ, સ્નાઈપર રાઈફલ જેવા હથિયારો ગોઠવી દીધા છે. બંને દેશની વાયુસેના પણ સજ્જ છે. ભારત અને ચીનના લડાકુ વિમાનો તેમજ હેલિકોપ્ટર તૈનાત થઈ ગયા છે. ચીને તો પોતાના પાંચમી જનરેશનના લડાકુ વિમાન સરહદ નજીકના એરબેઝ પર તૈનાત કર્યા છે.

પૈંગોંગ લેકના ફિંગર ચાર વિસ્તારમાં તો માત્ર ૧.૭ કિલોમીટરના અંતરે ભારત અને ચીનની સેના આમને સામને છે.તો દક્ષિણ પેંગોંગમાં તો ભારત અને ચીનના સૈનિકો વચ્ચે માત્ર ૧૭૦ મીટરનુ અંતર છે.રેઝાંગ લામાં ૫૦૦ મીટર અને ગોગરા પોસ્ટ પર પણ ૫૦૦ મીટરના અંતરે બંને દેશના સૈનિકો આમને સામને છે. દેપસાંગમાં તો ભારત અને ચીનની ટેક્નો વચ્ચે છ જ કિમીનુ અંતર છે.

(12:00 am IST)