Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

દશેરા પર્વથી ઈ-એસેસમેન્ટ સ્કીમ લાગુ કરવાની જાહેરાત

એસેસમેન્ટમાં કોઈ વ્યક્તિ દરમિયાનગીરી નહીં કરે : નિકાસ અવધિને ઘટાડવા માટે મેગા પ્લાન : હેન્ડિક્રાફ્ટ કોઓપરેટર હવે ઈ કોર્મસ પોર્ટલથી નોંધણી કરાવી શકશે

નવી દિલ્હી,તા. ૧૪ : હેન્ડિક્રાફ્ટ કોઓપરેટર હવે ઈકોર્મસ પોર્ટલના માધ્યમથી પોતાને નોંધાવી શકે છે. એક્સપોર્ટ અવધિને ઓછી કરવા માટે મેઘા પ્લાનની જાહેરાત થઈ ચુકી છે. નિકાસની ક્લોવિટીને સુધારા માટે પણ કામ કરવામાં આવી રહ્યું છે. સમયસર અમે સ્ટાન્ડર્ડ હાસલ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. નક્કી કરવામાં આવેલા સમયમાં સ્ટાન્ડર્ડ સેટ કરવામાં આવશે. વાણિજ્ય મંત્રાલય આના માટે એક ગ્રુપની રચના કરશે. કેટલાક નિકાસ કારોને ઓરિજનલ સર્ટિફિકેટ માટે પરેશાન થવું પડે છે. આના માટે ઓરિજનલ મેનેજમેન્ટ સિસ્ટમ ચલાવવામાં આવશે. આનાથી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન મળશે. સ્પેશિયલ એફટીએ એગ્રીમેન્ટ મિશન ચલાવવામાં આવશે. આનુ કામ અલગથી ફેડરેશન ઓફ એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન અને એસોસિએશન સાથે વાત કરવાનુ અને સમજુતી કરવાનું રહેશે.

           આ હેઠળ ટેરિફમાં છુટછાટના સંદર્ભમાં વાત કરવામાં આવશે. નિકાસકારો અને આયાતકારોને માહિતી આપવામાં આવશે. જેમ્સ એન્ડ જ્વેલરી, યોગા એન્ડ ટ્યુરીઝમ, ટેક્સટાઈલ અને લેધર જેવા ક્ષેત્રોમાં મેગા ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવશે. એક્સપોર્ટના સમયને ઘટાડવા પગલા લેવામાં આવશે. બોસ્ટન જેવા પોર્ટ ટર્ન એરાઉન્ડ માટે અડધા દિવસનો સમય લે છે. શંઘાઈ દ્વારા આના કરતા પણ ઓછો સમય લેવામાં આવશે. તમામ ક્લિયરન્સ માટે મેન્યુઅલ સર્વિસને ખતમ કરીને તેની જગ્યાએ ઓટોમેટીક સિસ્ટમ લાગુ કરવામાં આવશેે. એક્સપોર્ટ ફાઈનાન્સ એક ઈન્ટર મિનિસ્ટિરિયલ ગ્રુપની દેખરેખમાં કામ કરશે. ૩૬ હજાર કરોડ રૂપિયા ૩૮ હજાર કરોડ રૂપિયા

એક્સપોર્ટ ક્રેડિટને પ્રોત્સાહન આપવા માટે અપાશે. યુએસ ડોલર આધારિત લેન્ડિંગમાં ઘટાડો થયો છે. એમઈઆઈએસ પહેલી જાન્યુઆરી ૨૦૨૦થી ખતમ થશે. આની જગ્યાએ આરઓડીટીપી પહલી જાન્યુઆરીથી લાગુ થશે. આનાથી ૫૦ હજાર કરોડ રૂપિયાનો ફાયદો થશે. દશેરાના દિવસથી ઈ એસેસમેન્ટ સ્કીમ લાગુ કરવામાં આવશે. આનો મતલબ એ થયો કે જો ડિસેમ્બર ૨૦૧૯ સુધી રિર્ટન ફાઈલ કરવામાં આવે છે તો ચોક્કસ દંડ આપવો પડશે. આનાથી કોર્ટમાં જવાથી લોકો બચી જશે. મોડેથી પણ ચોક્કસ દંડ આપીને રીર્ટન દાખલ કરી શકાશે. ઈ એસેસમેન્ટ સ્કીમ દશેરાથી શરૂ કરવામાં આવશે. આની જાહેરાત કરવામાં આવી રહી છે. એસેસમેન્ટમાં કોઈ વ્યક્તિ દરમિયાન ગીરી કરશે નહીં આ ફાળવણી સંપૂર્ણ પણે ઓટોમેટીક રહેશે.

(7:43 pm IST)