Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

નિકાસને લઈ ૫૦૦૦૦ કરોડ રૂપિયાની મોટી જાહેરાત થઈ

ચાર શહેરોમાં મેગા શોપિંગ ફેસ્ટીવલની જાહેરાત : નિકાસને પ્રોત્સાહન આપવા માટે દુબઈની જેમ આયોજન કરાશે : આઈટીસી માટે પુર્ણ રીતે ઈલેકટ્રોનિક રીફંડ રૂટ

નવી દિલ્હી, તા. ૧૪ : નાણાંમંત્રી નિર્મલા સીતારામને નિકાસને પ્રોત્સાહન આપવા માટે વિદેશ બજારમાં મોકલવામાં આવતી વાણિજ્ય ચીજવસ્તુ પર કરવેરા અને ચાર્જના બોજને ખતમ કરવા માટે એક નવી યોજના રીમિશન ઓફ ડ્યુટી ઔર ટેક્સેઝ ઓન એક્સપોર્ટ્સ પ્રોડક્ટ્સ (આરઓડીટીઈપી)ની જાહેરાત કરી હતી. નિકાસ પેદાસો પર ચાર્જ અને કરવેરાની છુટછાટ (આરઓડીટીઈપી) નામની આ યોજનાથી ખજાના પર અંદાજિત ૫૦૦૦૦ કરોડ રૂપિયાનો બોજ પડે તેવી શક્યતા છે. સરકારે આ જાહેરાતો એવા સમયે કરી છે જ્યારે ભારતમાંથી વાણિજ્ય વસ્તુઓની નિકાસ ઓગસ્ટ મહિનામાં એક વર્ષની સરખામણીમાં ૬.૦૫ ટકા ઘટી ગઈ છે. ઓગસ્ટ મહિનામાં નિકાસ છ ટકાથી વધુ ઘટી ગઈ છે. ઓગસ્ટ મહિનામાં દેશમાંથી વસ્તુઓની નિકાસનો આંકડો ૨૬.૧૩ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે.

           નવી સ્કીમ પહેલી જાન્યુઆરી ૨૦૨૦થી પહેલાની મર્ચેડાઇજ એક્સપોર્ટ્સ ફ્રૉમ ઈન્ડિયા સ્કીમ (એમઈઆરએસ)ની જગ્યા લેશે. એમઈઆઈએસ હેઠળ સરકાર પ્રોડક્ટ અને દેશના આધાર ઉપર ચાર્જ પર લાભ ઉપલબ્ધ કરાવે છે. નાણાંમંત્રીએ કહ્યું હતું કે, નિકાસને પ્રોત્સાહન આપવા માટે દુબઈ શોપિંગ ફેસ્ટીવલની જેમ જ દેશના મેગા શોપિંગ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવશે. માર્ચ મહિનામાં ૪ મેગા શોપિંગ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવશે. આ ચાર મેગા ફેસ્ટીવલ ચાર શહેરોમાં યોજાશે. નિકાસને પ્રોત્સાહન આપવા માટે જે યોજનાઓની જાહેરાતકરવામાં આવી છે તેમાં ટેક્સ અને ડ્યુટીના રીઇંબર્સમેંટની સ્કીમને વિસ્તૃત કરવામાં આવી છે. આ ઉપરાંત જીએસટીમાં ઈનપુટ ટેક્સ ક્રેડિર્ટ્સ (આઈટીસી) માટે સંપૂર્ણ રીતે ઈલેકટ્રોનિક રીફંડ રુટની વ્યવસ્થા રહેશે. ઈસીજીસી દ્વારા એક્સપોર્ટ ક્રેડિટ ઈન્યોરન્સ સ્કીમના સ્કોપને વધારવામાં આવશે. વાણિજ્ય મંત્રાલય દ્વારા એક્સપોર્ટ ફાયનાન્સિગને પ્રભાવી રીતે અમલી કરવામાં આવશે. પ્રાથમિકતાવાળા સેક્ટર લેન્ડિંગ બાદ નિકાસ માટે ૬૮૦૦૦ કરોડ રૂપિયાના ક્રેડિટની વ્યવસ્થા કરવામાં આવનાર છે. નાણાંમંત્રીએ કહ્યું હતું કે, મોંઘવારી સંપૂર્ણ પણે કાબુમાં છે.

                ઔદ્યોગિક ઉત્પાદન અને સ્થિર મુડી રોકાણમાં ઝડપથી સુધારના સંકેત મળી રહ્યા છે. પ્રત્યક્ષ વિદેશ મુડીરોકાણ મજબુત છે. સાથે સાથે ભારતના વિદેશી નાણાં ભંડારમાં પણ કોઈ કમી નથી. તેમણે કહ્યું હતું કે, બેંકો સાથે જોડાયેલા મામલાને લઈને ૧૯મી સપ્ટેમ્બરના દિવસે સરકારી બેંકોના વડાઓ સાથે બેઠક યોજવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વ્યાજદરમાં ઘટાડાનો લાભ બેંકો હવે ગ્રાહકોને આપી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ઇંટ્રેસ્ટ ઇક્વલાઇજેશન સ્કીમ (આઈઈએસ) રેટ એમએસએમઈ નિકાસ કારો માટે ત્રણથી વધારીને ૨ નવેમ્બમર ૨૦૧૮થી પાંચ ટકા કરવામાં આવ્યો છે. નાણાંમંત્રીએ જીએસટીને લઈને પણ મોટી જાહેરાત કરી હતી. જે હેઠળ ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે ઈલેકટ્રોનિક રિફંડની વ્યવસ્થા અપનાવવામાં આવશે. જેને આ મહિનાના અંત સુધીમાં શરૂ કરવામાં આવશે.

નિકાસ માટે જાહેરાત...

*        દુબઈ શોપિંગ ફેસ્ટીવલની જેમ દેશમાં મેગા શોપિંગ ફેસ્ટીવલ

*        નિકાસને પ્રોત્સાહન આપવા ટેક્સેસ અને યુવતીના રીઇંબર્સમેંટની સ્કીમને વિસ્તૃત કરાશે

*        જીએસટીમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) માટે પૂર્ણ રીતે ઈલેકટ્રોનિક રીફંડ રૂટ

*        ઈસીજીસી દ્વારા એક્સપોર્ટ ક્રેડિટ ઇન્સ્યોરન્સ સ્કીમના સ્કોપને વધારવામાં આવશે

*        વાણિજ્ય મંત્રાલય દ્વારા નિકાસ ફાઈનાન્સ ઉપર નજર રખાશે

*        સરકારી બેંકો વધુ સરળતાથી લાભ આપે તેવા પ્રયાસો કરવામાં આવશે

*        નિકાસ પેદાશ પર ચાર્જ અને કરવેરાની છુટછાટના નામની યોજનાથી ખજાના પર ૫૦૦૦૦ કરોડનો બોજ પડશે

*        નિકાસ લોન ગેરંટી નિગમ (ઈસીજીસી) નિકાસ લોન વિમા યોજનાની હદ વધારવામાં આવશે. આનાથી સરકાર પર વાર્ષિક ૧૭૦૦ કરોડનો બોજ આવશે

(7:39 pm IST)