Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

અમેરીકામાં યોગ અને ધ્યાન પ્રત્યેનો લગાવ વધી રહ્યો છે

૧૪ ટકા અમેરીકનો યોગ અને ધ્યાન કરે છેઃ યોગના કલાસ અને સાધનો પાછળ અમેરિકનો ૧૭ બીલીયન ડોલર ખર્ચે છે

અમેરીકાના સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્સન નેશનલ સેન્ટર ફોર હેલ્થ સ્ટેટેટીકસના નવા આંકડાઓ અનુસાર લગભગ ૧૪ ટકા પુખ્ય વયના લોકો હવે યોગ અને ધ્યાન કરે છે.

૨૦૧૨થી ૨૦૧૭ ની વચ્ચે  યોગ અને ધ્યાન કરનારા પુખ્તો અને બાળકોની ટકાવારીમાં નોંધપાત્ર વધારો થયો છે. ૨૦૧૭માં ૧૪ ટકા પુખ્ત વયના લોકો યોગ અને ધ્યાન કરતા હોવાનું નોંધાયું છે. જે ટકાવારી ૨૦૧૪માં અનુક્રમે ૯.૫ ટકા અને ૪ ટકા નોંધવામાં આવી હતી. જ્યારે ૪ થી ૧૭ વર્ષની વયના બાળકોની ટકાવારી યોગમાં ૩ ટકાથી ૮ ટકા અને ધ્યાનમાં ૦.૬ ટકાથી ૫.૪ ટકાએ પહોંચી છે.

યોગ અને ધ્યાન હવે વધારે પ્રચલિત બન્યા છે. આટલા જીમ, બુટીક સ્ટુડીયો અને મોબાઇલ એપ દ્વારા પ્રશિક્ષણમાં વધારો થવા છતા ૨૦૧૬ના યોગ કલાસ તેના સાધનો અને પહેરવેશ પાછળ ૧૭ બીલીયન અમેરીકન ડોલર વાપરે છે. આ મનને મજબુત બનાવતી ક્રિયાના આરોગ્ય વિષયક ફાયદાઓ જેવા કે સ્ટ્રેસમાં ઘટાડો, આક્રયકતામાં ઘટાડો, ડીપ્રેસનમા ઘટાડો ઉપરાંત હ્રદય રોગમાં ફાયદા જેવા ગુણોને કારણે વધુને વધુ લોકો યોગ અને ધ્યાન તરફ આકર્ષાઇ રહ્યા છે. પુખ્તવયના લોકો યોગ અને ધ્યાન તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે. તેનાથી આકર્ષાઇ બાળકોની સંખ્યામાં પણ દિન બ દિન વધારો જોવા મળી રહ્યો છે. મોટા બાળકો કરતા નાના બાળકોમાં યોગ અને ધ્યાન વધુ પ્રચલિત હોવાનું પણ નોંધવામાં આવ્યું છે.(ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(3:29 pm IST)