Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

મોદીના મેગા શો 'હાઉડી મોદી'માં સામેલ થશે ૬૦ થી વધુ અમેરિકી સાંસદ

બોલીવુડ સ્ટાર્સ પણ આપશે હાજરીઃ ૫૦ હજાર દર્શકો થશે એકત્રિત

નવી દિલ્હી,તા.૧૪:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકામાં આયોજિત હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકાના ૬૦થીવધારે સાંસદો હાજરી આપશે. આ કાર્યક્રમ ૨૨મી સપ્ટેમ્બરે એનઆરજી સ્ટેડિયમમાં યોજાઈ રહ્યો છે. જેમા ૫૦ હજારથી વધારે લોકો હાજરી આપશે. કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યુ છે.

મળતી માહિતી પ્રમાણે હ્યૂસ્ટનના સૌથી મોટા સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં આ પ્રકારનો કાર્યક્રમ હજી સુધી યોજાયો નથી. આ પ્રકારના કાર્યક્રમનું પહેલીવાર આયોજન કરવામાં આવી રહ્યુ છે. કાર્યક્રમમાં માટે અલગથી વેબસાઈટ બનાવવામાં આવી છે. અને સોશિયલ મીડિયામાં અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યુ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બોલિવૂડ સ્ટાર પણ આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. મહત્વપૂર્ણ છે કે, જે સ્ટેડિયમમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. તે સ્ટેડિમમાં ૭૫ હજાર લોકો બેસી શકે છે.

અગ્રવાલે જણાવ્યું , તે અમેરીકાના અત્યાર સુધીના સૌથી મોટો અને યાદગાર ઇવેન્ટમાંથી એક હશેે. કારણ કે ભારતીયો-અમેરિકીઓ મુખ્યધારાના અમેરિકીઓ સાંસદો અને વ્યવસાયીઓમાં પીએકમ મોદીનો દ્દષ્ટિકોણ જાણવામાં ખુબજ રસ છે. વધુમાં ઉમેયું કે મને લાગે છે કે હયુસ્ટનના સૌથી મોટા સ્ટેડીયમમાં અત્યારસુધીનો સૌથી પ્રથમ કાર્યક્રમ હશે. આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે વેબસમઇટનું નીર્માણ કરાયું છે.

(1:02 pm IST)