Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

પ્રવાસીઓથી ધમધમતુ ગુલમર્ગ વિરાન દર્શાય છે

હોટલોએ સ્ટાફ ઘટાડયોઃ એલઓસીથી માત્ર ૧૫ કિ.મી. દુર આવેલ છેઃ કોઇ પાસે કામ નથી

 શ્રીનગરઃ કાશ્મીરમાં વિવિધ રંગબેરંગી ફૂલો અને સ્કિ માટે જાણીતા પ્રવાસન ગિરીમથક ગુલમર્ગ અનુચ્છેદ ૩૭૦ રદ કરાયા બાદ સાવ વેરાન  ભાસે છે. સ્થાનિક લોકો  ભયભીત અને ચિંતાતુર છે. ગુલમર્ગ મુખ્યત્વે છેલ્લા ત્રણ દાયકા કરતા વધુ સમયથી શાંત રહ્યું છે. આ પ્રવાસન સ્થળે પ્રવાસન પ્રવૃત્ત્િ। સાથે સંકળાયેલા લોકોને નુકસાન સહન કરવું પડ્યું છે સરકારી દળોએ આતંકવાદીઓને ઝડપવા માટે ૩૫૦ સર્ચ ઓપરેશન હાથ ધર્યા હતા. સુરક્ષા  દળોને એવી શંકા હતી કે વાસ્તવિક અંકુશરેખા (એલઓસી) દ્વારા આતંકીઓ ગુલમર્ગમાં દ્યૂસી ગયા છે. ગુલમર્ગ અને આસપાસના વિસ્તારમાં વસતા અને ખાસ કરીને પ્રવાસન પર જીવનનિર્વાહ ચલાવતા લોકો  વસે છે. એલઓસીથી માત્ર ૧૫ કિ.મી. દૂર આવેલ ગુલમર્ગ સેકટરનું નાગીન-૧ ગામના લોકોએ અનુચ્છેદ ૩૭૦ની નાબૂદીને એક આફત તરીકે ગણાવે છે કે જેમની આજીવિકા પર અસર થઇ છે. નાગીન-૧માં કાચી ઝૂંપડીમાં રહેતાં મોહંમદ ઇસ્માઇલ કહે છે કે તેમણે પોતાની જીંદગીમાં ગુલમર્ગમાં આવો સન્નાટો અને મંદી કયારેય જોઇ નથી. હું દરરોજના રૂ. ૬૦૦થી ૭૦૦ કમાતો હતો પરંતુ પ ઓગસ્ટ પછી મને કોઇ કામ મળતું નથી. હું સાવ નવરો ધુપ થઇ ગયો છું. હું મારા પૈતૃક ગામ ચંદુસા પરત જવા વિચારી રહ્યો છું.

કાશ્મીર ખીણમાં શટડાઉનને કારણે ટુરીઝમ ક્ષેત્ર સહિત અર્થતંત્ર પ્રભાવિત થયું છે. ૪ ઓગસ્ટના રોજ સરકારે પ્રવાસીઓને કાશ્મીર છોડી દેવા જણાવ્યું હતું. ઈસ્માઇલની જેમ નાગીન-ર ગામમાં રહેતો અસલમ ગુલમર્ગમાં અત્યાર સુધી ગાઇડ તરીકે કામ કરતો હતો. જમ્મુ અને કાશ્મીરે વિશિષ્ટ દરજ્જો ગુમાવ્યા બાદ તે હવે પોતાના પરિવારને ખવડાવી શકે તેવી સ્થિતિમાં નથી.   તેણે જણાવ્યું હતું કે ભારત અનેપાકિસ્તાને કાયમ માટેસાથે મળીને કાશ્મીર વિવાદનું નિરાકરણ લાવવું જોઇએ અન્યથા ગરીબ લોકોને ભારે સહન કરવાનું આવશે.

ગુલમર્ગની હોટલોએ પણ પોતાનો સ્ટાફ ઘટાડી કાઢ્યો છે. નાગીન- ૧ ગામમાં રહેતા ગુલામ કાદીરે જણાવ્યું હતું કે સ્થાનિક લોકોમાં એવો ભય છે કે બહારના લોકો આવીને અહીં વસી જશે. સરકારે જે અણધાર્યું પગલું ભર્યું છે તેનાથી પ્રત્યેક કાશ્મીરી પ્રભાવિત થયાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જો યુદ્ઘ થશે તો આ લોકોની સૌપ્રથમ ખુવારી થશે.

(1:01 pm IST)