Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

તહેવારો પહેલા વધુ સસ્તી થશે લોન

મકાન-વાહનના ઇએમઆઇ ઘટશે

નવી દિલ્હી તા.૧૪: તહેવારો પહેલા લોન વધુ સસ્તી થાય તેવી આશા વધી ગઇ છે. નિષ્ણાતોનું કહેવુ છે કે ઓગસ્ટમાં છૂટક મોંઘવારીમાં મામૂલી વધારા છતાં રિઝર્વ બેન્કના અનુમાનની આસપાસ રહેવાથી આ સંભાવના વધી ગઇ છે. બ્રોકરેજ કંપનીઓનો મત છે કે આગામી મુદ્રા સમિક્ષામાં રેપો રેટમાં ૦.૪૦ ટકાનો ઘટાડો થઇ શકે છે.

ઘરેલૂ અને વૈશ્વીક બ્રોકરેજ કંપનીઓ અનુસાર મોંઘવારીમાં ઘટાડો અને ઔદ્યોગિક વૃધ્ધિ દરમાં સુસ્તીના કારણે રિઝર્વ બેંક મૌદ્વિક રૂખ નરમ કરી શકે છે આધિકારીક આંકડાઓ અનુસાર ઓગસ્ટમાં છૂટક મોંઘવારી મામૂલી વૃધ્ધિ સાથે ૩.૨૧ ટકા રહી છે.આજ રીતે જુલાઇમાં ઔદ્યોગીક ઉત્પાદનનો વૃધ્ધિ દર મંદો રહીને ૪.૩ ટકા હતો.

મેરીલ લીંચ અનુસાર, રોકાણને પ્રોત્સાહન માટે વાસ્તવિક વ્યાજ દરોમાં ઘટાડો જરૂરી છે. એટલે રિઝર્વ બેંકે નીતિગત દરોમાં વધુ ઘટાડો કરવો પડશે. ઓગસ્ટ મહિનામાં મોંઘવારી આશાથી ઓછી એટલે કે ૩.૨ ટકા રહી છે એટલે નીતિગત દરોમાં ઘટાડાની શકયતા છે.

જો રીઝર્વ બેન્ક ઓકટોબરમાં સતત પાંચમી વાર રેપો રેટ ઘટાડશે તો બધા પ્રકારની લોનો વધુ સસ્તી થઇ જશે. એટલે હોમ લોન અને કાર લોન સહિતની લોનો સસ્તી બનશે. તેના કારણે લોકો પર ઇએમઆઇન બોજ ઘડશે.

(11:33 am IST)