Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરની ચૂંટણીનો બહિષ્કાર કરશે નેશનલ કોન્ફરન્સ

સાસંદ મોહમદ અકબર લોનની જાહેરાતઃ જયાં સુધી રાજય વિધાનસભા દ્વારા ભલામણ ન થાય ત્યાં સુધી કોઇ જોગવાઇઓમાં ફેરબદલ - રદ થઇ શકે નહિ

શ્રીનગરઃ  જમ્મુ અને કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ રદ કરાયા બાદ જેમની ધરપકડ કરવામાં આવી નથી એવા નેશનલ કોન્ફરન્સ પક્ષના લોકસભાના બે સભ્યો પૈકી એક સભ્ય મોહમદ અકબર લોનનો સમાવેશ થાય છે. આ વર્ષે બારામુલ્લા મતક્ષેત્રમાંથી સંસદમાં ચૂંટાયા પહેલા લોને જમ્મુ અને કાશ્મીરમાં દ્યણી જવાબદારીઓ સંભાળી હતી. તેઓ ૨૦૦૮થી ૨૦૧૪ વચ્ચે ઓમર અબ્દુલ્લાના વડપણ હેઠળની સરકારમાં પ્રધાન હતાં અને સ્પીકર પણ હતા, તેમણે એક ખાસ મુલાકાતમાં જમ્મુ અને કાશ્મીરના  વિશિષ્ટ દરજજો રદ કરવાના મામલે પોતાની વ્યથાને વાચા આપી છે. તેમની મુલાકાતના મહત્વના અંશો અત્રે પ્રસ્તુત છે. કલમ ૩૭૦ રદ કરવાની પ્રક્રિયાને ગેરબંધારણીય ગણાવવા અંગે મોહંમદ અકબર લોને જણાવ્યું હતું કે જયાં સુધી બંધારણીય વિધાનસભા ક રાજય વિધાનસભા તરફથી ભલામણ ન થાય ત્યાં સધી રાષ્ટ્રપતિ અનુચ્છેદ ૩૭૦ના કોઇ પણ જોગવાઈમાં સુધારો કે બદલો કરી શકે નહીં, તેમ છતાં તેમણે જે  આ નિર્ણય કર્યો છે તે સંપુર્ણ ગેરકાયદેસર છે. આ મામલે રાષ્ટ્રપતિએ પણ દરમિયાનગિરી કરવી જોઇએ.

સુપ્રીમકોર્ટમાં અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના નિર્ણયને પડકારતી અરજી અંગે પૂછવામાં આવતા લોને જણાવ્યું હતું કે અમારી અરજીના સમર્થનમાં નક્કર કાનૂની આધાર છે. રાષ્ટ્રપતિએ જે કંઇ કર્યું છે તે બંધારણીય રીતે ગેરકાયદેસર છે.

જમ્મુ-કાશ્મીર અને ભારતીય સંદ્ય વચ્ચે અનુચ્છેદ ૩૭૦ એક પ્રકારની લીંક છે એ અંગે પૂછવામાં આવતા લોને જણાવ્યું હતું કે અનુચ્છેદ ૩૭૦ એક પ્રકારનો પ્રતિબંધ હતો પરંતુ તેમણે તેમાં અતિક્રમણ કર્યું છે. ભારતીય સંદ્ય સાથેના અમારા સંબંધો હોવાનું કારણ ૧૯૪૭ના જોડાણ ખત અને ૧૯૫૨નો દિલ્હી કરાર હતો.

 જો જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણી યોજાશે તો તમારા પક્ષની રણનીતિ કવી હશે ? તે પ્રશ્નના ઉત્ત્।રમાં લોને જણાવ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશ માટેની ચૂંટણી લડવા પાછળ કોઇ યથાર્થ કારણ નથી. કેન્દ્રશાસિત પ્રદેશ માટે ચૂંટણીને નકારી કાઢવામાં આવે છે. અમારો પક્ષ કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણી લડશે નહી. અમે ચૂંટણીમાં પક્ષકાર રહીશું નહીં.

(11:25 am IST)