Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

મોટર વ્હીકલ એકટમાં દસ્તાવેજના મોબાઇલમાં પાડેલા ફોટા માન્ય નહીં ગણાય

ડીજીટલ લોકરના દસ્તાવેજો માન્ય : એમ પરિવહન એપ પણ બનશે ઉપયોગી

નવી દિલ્હી, તા. ૧૪ : મોટર વ્હીકલ એકટ ર૦૧૯ના ભારે દંડથી બચવા માટે ડ્રાઇવીંગ લાયસન્સ અને વાહનના દસ્તાવેજોની ઓરીજીનલ કોપી સાથે ફેરવવાની જરૂર નથી. ડીજીટલ લોકર અથવા એમ-પરિવહન મોબાઇલ એપમાં ડાઉનલોડ ડીએલ અને અન્ય દસ્તાવેજો માન્ય ગણાશે. એટલે આ દસ્તાવેજો દેખાડવાથી મેમો નહીં અપાય. સડક પરિવહન મંત્રાલય ઇ-દસ્તાવેજોને મૂળ દસ્તાવેજ ગણીને ચલણ ન કરવા માટે રાજય સરકારોને દિશા નિર્દેશો બહાર પાડવા જઇ રહ્યું છે.

સુત્રોએ જણાવ્યું કે સડક પરિવહન મંત્રાલયને માહિતી મળી છે કે ઘણા રાજયોમાં ડીજીટલ લોકર અથવા એમ પરિવહનમાં ડાઉનલોડ ડ્રાઇવીંગ લાયસન્સ અને વાહનના અન્ય દસ્તાવેજો બાબતે ભ્રમથી સ્થિતિ છે. ટ્રાફીક પોલીસ અને આરટીઓના કર્મચારીઅ ઇ-દસ્તોજો દેખાડયા પછી પણ લોકોને મેમો પકડાવી રહ્યા છે. આ જોતા મંત્રાલય ટુંક સમયમાં જ બધા રાજયોના પોલીસ વડા, મુખ્ય સચિવ અને આરટીઓના વડાને દિશા નિર્દેશ આપશે.એમ પરિવહન એપ મેમાથી બચાવવા ઉપરાંત પણ ઘણી સુવિધાઓ આપે છે. તેના દ્વારા ઇન્સ્યોરન્સ, રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ, પીયુસી, ડ્રાઇવીંગ લાયસન્સની તારીખ કયારે પૂરી થાય છે તેવી માહિતી ઓનલાઇન મળી શકશે. આરટીઓનું લોકેશન અને રોડ પરિવહન મંત્રાલયની પ્રજા સાથે સંકળાયેલી સૂચનાની માહિતી મળી શકશે. જયારે સારથી એપમાં ડ્રાઇવીંગ લાયસન્સનો નંબર નાખવાથી ડ્રાઇવરની સંપૂર્ણ માહિતી મળી શકશે.

એમ પરિવહન એપમાં વાહન વહેવારના ઉલ્લંઘન, રોડ એકસીડન્ટનું રીપોટીંગ થશે. જેનાથી વારંવાર નિયમો લતોડનારાઓની ખબર મળી શકશે. મોટર વ્હીકલ એમેન્ડમેન્ટમાં બીજીવાર નિયમ તોડનારનું લાયસન્સ જપ્ત કરવાની તથા ૬ મહીનાની સજાની જોગવાઇ છે. આ ઉપરાંત ચોરીની ગાડીની ખબર પડશે. જો જીપીએસ લગાવેલુ હોય તો ગાડીને ઓનલાઇન ટ્રેક પણ કરી શકાશે.

(11:20 am IST)