Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

કાળાનાણા કાનુન હેઠળ

મુકેશ અંબાણી પરિવારને ઈન્કમટેક્ષની નોટીસ

મુકેશ અંબાણી, નીતા અંબાણી, ઈશા અંબાણી, આકાશ અને અનંત અંબાણીને નોટીસથી ખળભળાટ : વિદેશોમાં રૂપિયા અને સંપતિ છુપાવવાનો મામલો : ૨૮ માર્ચે અપાઈ છે નોટીસ : જો કે રિલાયન્સે આરોપો નકારી કાઢ્યા

નવી દિલ્હી : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશ અંબાણીના પત્નિ શ્રીમતી નીતા અંબાણી અને તેના ૩ સંતાનોને 'જાહેર નહિં કરેલી તેમની વિદેશી આવકો અને મિલકતો' અંગે આવકવેરા ખાતાએ ૨૮ માર્ચ ૨૦૧૯ના રોજ નોટીસો આપી છે.

ધ ઈન્ડિયન એકસપ્રેસના રીતુ સરીનના આજે સવારે પ્રસિદ્ધ થયેલ અહેવાલમાં જણાવાયુ છે કે મુંબઈ આવકવેરા ખાતાએ પૂરી તપાસના અંતે વિવિધ દેશોમાંથી વિગતોના આધારે શ્રી મુકેશ અંબાણીના પરિવારજનોને ૨૦૧૫ના 'બ્લેકમની એકટ'ની જોગવાઈ હેઠળ નોટીસો આપી છે.

૨૦૧૧માં જીનીવાની એસએસબીસી બેન્કમાં ૭૦૦ ભારતીયોના એકાઉન્ટ્સ હોવાની સરકારને મળેલ બાતમીના આધારે આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી હતી. આ પછી ધી ઈન્ડિયન એકસપ્રેસ અને આંતરરાષ્ટ્રીય પત્રકારોના સમૂહ (જેને સ્વીસ લીકસ કહે છે) દ્વારા કરાયેલ છાનબીનમાં એસએસબીસી જીનીવામાં આવા બેન્ક ખાતા ધરાવનારની સંખ્યા ૧૧૯૫ સુધી વધી ગયેલ.

ઈન્ડિયન એકસપ્રેસના ઈન્વેસ્ટીગેશનમાં સૌપ્રથમ વિગતો બહાર આવેલ કે એસએસબીસી જીનીવાના ૧૪ બેન્ક એકાઉન્ટોમાં ૬૦૧ મીલીયન ડોલર (કરોડો રૂપિયા) ટેક્ષ હેવન  ગણાતા દેશોમાં કેવી રીતે રાખવામાં આવ્યા હતા. જે તમામનો દોર રિલાયન્સ ગ્રુપ સાથે જોડાતો હતો.

ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા થયેલ તપાસની ૪ ફેબ્રુઆરી ૨૦૧૯ની વિગતોમાં જાણવા મળે છે કે અંબાણી પરિવારના સભ્યો આ પૈકીના એક એકાઉન્ટ દ્વારા 'અલ્ટીમેટ બેનીફીશયરી' અંતિમ લાભ મેળવનાર કઈ રીતે છે. ધ કેપીટલ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ મારફત વિવિધ વિદેશી અને સ્થાનિક મારફત આ લાભો મળ્યા છે.

ઈન્ડિયન એકસપ્રેસ દ્વારા રિલાયન્સને મોકલવામાં આવેલ આ આક્ષેપોના જવાબમાં રિલાયન્સ પ્રવકતાએ કહેલ કે આવી કોઈ પણ નોટીસ મળ્યા સહિતની તમારા ઈ-મેઈલની તમામ વિગતોને નકારી કાઢવામાં આવે છે.

રીતુ સરીનના આ હેવાલમાં નોંધ્યુ છે કે આમ છતા ઈન્ડિયન એકસપ્રેસને જાણવા મળ્યુ છે કે આવી નોટીસો આપવામાં આવી છે. મુંબઈ યુનિટ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસના ટોચના અફસરો વચ્ચે મસલતો બાદ નોટીસો અપાયાનું ઈન્ડિયન એકસપ્રેસ નોંધે છે.

બ્લેકમની (અનડીસ્કલોઝડ ફોરેન ઈન્કમ એન્ડ એસેટ્સ) અનેઈમ્પોઝીશન ઓફ ટેકસ એકટ - ૨૦૧૫ના સેકસન ૧૦ની સબ સેકશન (૧) હેઠળ મુંબઈના એડીશ્નલ કમિશ્નર ઓફ ઈન્કમટેકસ ૩ (૩) દ્વારા આ નોટીસો અપાયેલ છે.

૫ નવેમ્બર ૨૦૦૩માં સી. જે. દામાણી (સેટલર / ઈકોનોમીક કોન્ટ્રીબ્યુટર) દ્વારા કઈ રીતે 'કેપીટલ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ' ઉભુ કરવામાં આવ્યુ તેની વિગતો પણ બહાર આવી છે. પ્રારંભમાં આ ટ્રસ્ટનંુ ફંડ માત્ર ૧ હજાર ડોલર હતું. જે થેમ્સ ગ્લોબલ લી.ના નામે હતુ. જે બ્રીટીશ વરજીન આઈલેન્ડ ઉપર રહેલ ઈન્ફાસ્ટ્રકચર કંપની લીમીટેડ એન્ડ એન્ટાલીસ મેનેજમેન્ટ લી. ધરાવતુ હતું.

કેપીટલ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને તેની 'અન્ડરલાઈંગ કમ્પની'ની વિગતો અને હોલ્ડીંગ્સ દર્શાવવામાં અંબાણી નિષ્ફળ ગયેલ છે.

મુંબઈના એડ્રેસ સાથેની એક હરીનારાયણ એન્ટરપ્રાઈઝ કંપનીના પણ આ લોકો અંતિમ લાભકર્તા (અલ્ટીમેઈટ બેનીફીસીયરી) હતા તેવુ પણ નોટીસમાં દર્શાવાયુ છે.

નોટીસમાં જણાવાયુ છે કે ૨૦૧૨ના નાણા બીલની જોગવાઈઓ મુજબ વિદેશ બેન્ક ખાતાની, ટ્રસ્ટોની તમામ વિગતો જાહેર કરવી 'એસેસી' માટે ફરજીયાત છે. ઉપરાંત ભારત બહાર નાણાકીય હિતો, અચલ સંપતિ, મિલકતોની વિગતો પણ આપવી ફરજીયાત છે. ૨૦૧૫માં બ્લેક મની ડિસ્કલોઝર સ્કીમ હેઠળ પણ આ લોકોએ ૪ મહિનાના ગાળામાં તે સમયે કોઈ વિગતો જાહેર કરી નથી.

(7:31 pm IST)