Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

૨૦૧૯ના વર્ષમાં

વિશ્વમાં ૨૦ લાખ સાઇબર હુમલાઃ ૩૨૨૨ અબજનું નુકશાન

નવી દિલ્હી, તા.૧૪: દેશમાં દરેક વ્યકિત ડિજિટલ ક્રાંતિનો  હિસ્સો બની રહ્યો છે. જો કે દેશનાં લોકો જેટલા ડિજિટલી એડવાન્સ   થઇ રહ્યા છે તેમના પર સાઇબર એટેકનો ખતરો પણ તેટલો જ વધતો જાય છે. કોઇ બીજા જ દેશમાં બેસીને તમારા મોબાઇલ , કોમ્પ્યુટર, લેપટોપમાં દ્યુસીને તમારા લાખો કરોડો રૂપિયાનો ચુનો ચોપડવામાં આવી રહ્યો છે. તમે જાણીને આશ્યર્ય પામશો કે આખો દિવસ દર મિનિટે ૧૮૫૨ સાઇબર એટેક થઇ રહ્યા છે. સાઇબર હુમલાનાં નિશાન પર દેશનાં ૪ મોટા શહેરો દિલ્હી, મુંબઇ, બેંગ્લુરૂ અને કોલકાતા શહેરમાં સૌથી વધારે સાઇબર હુમલાઓ  થાય છે. જયારે બેંકિંગ  અને ફાઇનાન્શિયલ કંપનીઓને દરરોજ હજારો સાઇબર એટેકનો સામનો કરવો પડે છે.

ભારતમાં આર્થિક લેવડ દેવડ માટે પણ ભીમ, ગુગલ પે , ફોન પે અને પેટીએમ  જેવા અનેક એપ્સનો ઉપયોગ થઇ રહ્યા છે. એવામાં બેંકો પર સાઇબર એટેકનો સૌથી મોટો ખતરો છે. સાઇબર સિકયોરિટી રિસર્ચના વર્ષ ૨૦૧૯માં એન્યુઅલ થ્રેડ રિપોર્ટ અનુસાર ૨૦૧૮માં સમગ્ર વિશ્વમાં આશરે ૨૦ લાખ સાઇબર હુમલા થયા અને આ કારણે ૩૨૨૨ અબજ રૂપિયાનું નુકસાન થયું છે.

ગુરૂગ્રામના  રહેવાસી ડીકે જોશી અને પરિવાર ૨૩ જુલાઇનો દિવસ યાદ કરીને દુખી થઇ જાય છે. માત્ર એક ફોનનાં કારણે તેમના મહેનતની કમાણી એક વ્યકિત લુંટી ગયો. જોશી ફણ્ભ્ઘ્ ના રિટાયર્ડ છે અને હાલ નેપાળ હાઇડ્રો પાવરના કન્સલ્ટન્ટ છે. તેમના બેંક ખાતામાં ૫ લાખ રૂપિયા એક ઝટકામાં ઉપડી ગયા. જોશીના મોબાઇલ પર સતત બેંક એકાઉન્ટના મેસેજ આવી રહ્યા હતા. ૨૦ જુલાઇએ આખરી વાર ભ્ર્ીક્કદ્દૃ ના ધ્ળ્ઘ્ ની માહિતી અપડેટ કરવા માટે મેસેજ આવ્યો. જોશીએ આ મેસેજને ઇગ્નોર કરતા રહ્યા પરંતુ ૨૩ જુલાઇ ૧૧.૧૫ મિનિટે તેમને એક ફોન કોલ આવ્યો. પોતાને ભ્ર્ીક્કદ્દૃ નો પ્રોબીઝનરી અધિકારી ગણાવીને ભ્ર્ીક્કદ્દૃ અપડેટ કરવાની ખોટી વાત કરીને સૌથી પહેલા જન્મ તારીખની માંગ કરી. ત્યાર બાદ ફોનનું મોડલ અંગે માહિતી મેળવી તેમાં કિવક સપોર્ટ ડાઉનલોડ કરીને ધ્ળ્ઘ્ કરાવ્યું. ત્યાર બાદ જોશીના મોબાઇલના કંટ્રોલ ફોન કરનાર વ્યકિત પાસે જતો રહ્યો. ફોન હેક થઇ ગયો. રિમોટ એકસેસ દ્વારા તમામ ઓટીપી તે વ્યકિત પાસે જવા લાગ્યા અને તે જ દિવસે જોશીના એકાઉન્ટમાંથી   ૫,૩૪,૮૮૬ રૂપિયા ઉપડી ગયા.

ઇન્ડિયન સાઇબર સિકયોરિટી રિસર્ચના વર્ષ ૨૦૧૯ના એન્યુઅલ થ્રેટ રિપોર્ટમાં કેટલાક ચોકાવનારા તથ્યો સામે આવ્યા છે.

 વિડોઝ ડિવાઇસમાં ગત્ત વર્ષે ૯.૩૭ લાખ સાઇબર એટેક થયા

 સાઇબર એટેકથી વિશ્વને ૩૨૨૨ અબજ રૂપિયાનુ નુકસાન થયું.

હેકર્સની પ્રથમ પસંદગી બેંક છે.

 દર વર્ષે પ્રતિ મિનિટ ૧૮૫૨ વિંડોઝ ડિવાઇસ પર સાઇબર એટેકની ઇફેકટ થાય છે.

ભારતમાં સાઇબર એટેક ટ્રોજન્સ વાયરસ  દ્વારા કરવામાં આવે છે.

 જેમાં બીજા નંબર પર સ્ટેન્ડ અલોન  અને ત્રીજા પર ઇફેકટર્સ છે, જેનાથી ૨૦૧૯માં ભારતમાં સાઇબર એટેક કરવામાં આવ્યા.

 બીજી તરફ રેનસમવેરનાં દર ૧૪ મિનિટે એક કોમ્પ્યુટર ટાર્ગેટ કરવામાં આવે છે. હેકર્સ સૌથી વધારે રેંસમવેર એટેકસ કરે છે અને આ રેસમવેર એટેકના કારણે આર્થિક સેકટરને ૬૦ ટકાનો ચુનો લાગ્યો છે.

 રેસમવેર એટેક સાઇબર એટેકરની પહેલી પસંદ છે અને વર્ષ ૨૦૧૮માં આ એટેક સંપુર્ણ રીતે સમગ્ર વિશ્વમાં ૬ અબજ ડોલરનું નુકસાન થયું છે. જયારે ઇન્ટરનેટ સોસાઇટી ઓનલાઇન ટ્રસ્ટ એલાયન્સના રિપોર્ટમાં અનુમાન લગાવાયું કે, ૨૦૨૧ સુધી રેસમવેર એટેકથી ૨૦ અબજ ડોલરનું નુકસાન થઇ શકે છે.

 સાઇબર એટેક કરનારા ૧૦ ટુલમાંથી ૬ ટ્રોજન્સ વાઇરલ છે.

 એન્ડ્રોઇડ ફોનમાં ઓછામાં ઓછા દર ૩ મિનિટે સાઇબર હુમલો થાય છે.

(10:22 am IST)