Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

બાઇકના પેપર ન દેખાડવા બદલ ઉતરપ્રદેશમાં પોલીસ કર્મીઓએ યુવકને રસ્તા પર સુવડાવી માર માર્યોઃ બંન્ને પોલીસ કર્મચારીઓની હકાલપટ્ટી

સિદ્ધાર્થનગર (ઉતર પ્રદેશ) નો એક વીડીયો વાયરલ થયો છે જેમાં સબ ઇન્સપેકટર વીરેન્દ્ર મિશ્ર અને હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રપ્રસાદ એક યુવકને એના ભત્રીજાની સામે સડક પર સુવડાવી મારતા જોવા મળ્યા.યુવકએ હેલ્મેટ પહેરી ન હતી અને એમણે ચેકીંગ દરમ્યાન પોલીસ કર્મીઓને બાઇકના પેપર ન બતાવ્યા. બંને પોલીસ કર્મીઓની હકાલપટી કરવામાં આવી છે.એક પોલીસ કર્મી. યુવકની ઉપર બેસી ગયો હતો અને એના વાળ પણ ખેંચ્યા હતા. પોલીસ કર્મીઓએ યુવકને ગાળો પણ આપી હતી.

(12:00 am IST)