Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર ડો. નીતિન અગરવાલને NSF ની ૬ લાખ ડોલરની ગ્રાન્ટઃ અર્કાન્સસ તથા વેસ્ટ વર્જીનીયામાં વધી ગયેલા હેલ્થકેર ખર્ચથી લોકોને બચાવવા સોશ્યલ મિડીયાના માધ્યથી લાઇફ સ્ટાઇલ અંગે માર્ગદર્શન આપશે.

     વર્જીનીયા : યુ.એસ.માં  યુનિવર્સિટી ઓફ અર્કાન્સસ, લિટલ રોકના પ્રોફેસર ઇન્ડિયન અમેરિકન ડો. નીતિન અગરવાલને નેશનલ સાયન્સ ફાઉન્ડેશનની ૬ લાખ ડોલરની ગ્રાન્ટ ફાળવાઇ છે. જેના ઉપયોગ થકી તેઓ અર્કાન્સસ તથા વેસ્ટ વર્જીનીયામાં સ્માર્ટ હેલ્થ ને પ્રોત્સાહિત કરવાને લગતી કામગીરી બજાવશે.

     હેલ્થકેર માટેના વધી ગયેલા ખર્ચથી અર્કાન્સસ તથા વેસ્ટ વર્જીનીયાના લોકોને બચાવવા ડીજીટલ હેલ્થ માટે મલ્ટી સ્કેલ ઇન્ટીગ્રેટીવ અભિગમ અપનાવશે જે પ્રોગ્રામ ઓગ. ર૦૧૯ થી જુલાઇ ર૦ર૩ સુધી ચાલુ રહેશે. જે સમયગાળા દરમિયાન કાર્ડિયો વેસ્કયુલર ડીસીજી ઓબેસીટી, ડાયાબિટીસ સહિતના દર્દો થતા અટકાવવા આર્ટીફિશીયલ ઇન્ટેલીજન્સના માધ્યમથી સોશ્યલ મિડીયા દ્વારા લાઇફ સ્ટાઇલ અંગે માર્ગદર્શન અપાશે. તથા લોકોને આરોગ્ય જાળવણી માટે શિક્ષિત કરાશે.

 

(9:39 pm IST)