Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ફ્રાંસમાં એક અજાણી મહિલા સાથે અંગત પળો દરમિયાન બિઝનેશમેનનું મોત થતા કોર્ટે કંપનીને જવાબદાર ઠેરવતા પરિવારને વળતર ચૂકવવાનો આદેશ કર્યો

નવી દિલ્હી: કોઈ બિઝનેસ ટ્રીપ પર જાય અને અંગત પળો વિતાવે અને કોઈ કારણસર તેનું મોત થઈ જાય તો શું તેની જવાબદારી કંપનીની હોઈ શકે? ફ્રાન્સમાં આવો જ એક કેસ સામે આવ્યો છે અને કોર્ટે જવાબદાર કંપનીને ઠેરવતા પરિવારને વળતર ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે. વાત જાણે એમ છે કે એક અજાણી મહિલા સાથે સેક્સ દરમિયાન એમ ઝેવિયર નામની વ્યક્તિને હાર્ટ એટેક આવી ગયો. ઝેવિયર રેલ એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતા હતાં અને 2013માં એક બિઝનેસ ટ્રીપ પર લોઈરટ ગયા હતાં. એક રાત તેઓ હોટલે પાછા ફરતા પહેલા એક મહિલાના ઘરે ગયા અને સેક્સ દરમિયાન હ્રાર્ટ એટેક આવતા તેમનું મોત થયું.

એક હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીએ કહ્યું કે ઝેવિયરના મોતની જવાબદારી રેલ એન્જિનિયરિંગ કંપનીની છે જેમાં તેઓ કામ કરતા હતાં પરંતુ તે કંપનીએ કહ્યું કે તેઓ બિઝનેસથી અલગ પોતાની અંગળ પળો વિતાવી રહ્યાં હતાં અને આ દરમિયાન કંપની દ્વારા બૂક કરાયેલી હોટલમાં પણ રોકાયા નહતાં. આ મામલો કોર્ટમાં ગયો અને મે મહિનામાં પોતાનું ચુકાદો સંભળાવતા કોર્ટે પણ ઈન્શ્યોરન્સ કંપનીના નિર્ણયને યથાવત રાખ્યો.

આ મામલો લોકોની નજરમાં ત્યારે આવ્યો જ્યારે એક વકીલ સરાહ બૈલુએ લિન્ક્ડ ઈનમાં તેને પબ્લિશ કર્યો. ફ્રાન્સની કોર્ટે પણ સ્વીકાર્યું કે કોઈ વ્યક્તિનું મોત જો બિઝનેસ ટ્રીપ દરમિયાન થાય તો તેની જવાબદારી સંબંધિત કંપનીની જ રહેશે. પેરિસની કોર્ટે કહ્યું કે બિઝનેસ ટ્રીપ દરમિયાન કર્મચારીની સુરક્ષાની તમામ જવાબદારી તેની કંપનીની હોય છે. ઈન્શ્યોરન્સ કંપનીએ પણ કહ્યું કે સેક્સ એ જીવનચર્ચા સંલગ્ન કામ છે જેમ ન્હાવું, ભોજન કરવું, આથી સુરક્ષાની જવાબદારી પણ કંપનીની રહે છે.

કોર્ટે કહ્યું કે રેલ કંપનીએ કોઈ પણ એવું શિડ્યુલ રજુ કર્યું નથી જેમાં કહેવાયું હોય કે કર્મચારી ક્યારે કામ કરશે અને ક્યારે અંગળ પળો વીતાવશે. ફ્રાન્સના હેલ્થ ઈન્શ્યોરન્સ ફંડ મુજબ જો કોઈનું મોત કામ દરમિયાન થાય તો તેના પાર્ટનરને સેલરીના 40 ટકા પેન્શન તરીકે આપવા પડશે.

(5:52 pm IST)