Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

યુ.એસ.ના સાન જોસ કેલિફોર્નિયામાં આવતીકાલ ૧પ સપ્‍ટે. શનિવારના રોજ શાષાીય સંગીતનો જલસોઃ શ્રી રંગા રામાનુજ ફાઇન આર્ટસના ઉપક્રમે કરાયેલું આયોજન

કેલિફોર્નિયાઃ અમેરિકામાં શ્રી રંગા રામાનુજ મહા દેસિકન ફાઇન આર્ટસના ઉપક્રમે આવતી કાલ ૧પ સપ્‍ટે. ર૦૧૮ શનિવાર ના રોજ શાષાીય સંગીત નિદર્શન નો કાર્યક્રમ રાખવામાં  આવ્‍યો છે.

કોમ્‍યુનીટી ઓફ  ઇનફિનાઇટ સ્‍પિરિટ ( ડીવાઇન સાયન્‍સ) ૧પ૪૦, હિકસ એવન્‍યુ, સાન જોસ કેલિફોર્નિયા મુકામે યોજાનારા આ પ્રોગ્રામનો સમય સાંજે  પ વાગ્‍યાથી ૭-૩૦ વાગ્‍યા સુધીનો રહેશે. જેમાં રિષીકેશ ચેરી તથા પ્રિયંકા ચેરીના વીણાવાદનમાં મૃદંગ સાથે વિગ્નેશ વેંકટ રામન તથા અમિત  રંગનાથન સાથ આપશે તેવું સમાચાર  સૂત્ર દ્વારા જાણવા મળે છે. 

(10:04 pm IST)