Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટમાં ભારતીય અમેરિકન શ્રી બિમલ પટેલની નિમણુંક : ફાઇનાન્સિયલ ક્ષેત્રના અનુભવને ધ્યાને લઇ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ મહત્વનો હોદ્દો સોંપ્યો

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતીય અમેરિકન શ્રી બિમલ પટેલને ટ્રેઝરી ડિપાર્ટમેન્ટમાં આસી સેક્રેટરી તરીકે નિમણુંક આપી છે.જ્યોર્જિયામાં સ્થાયી થયેલા શ્રી પટેલ વોશિંગટન ડી સી માં ફાઇનાન્સિયલ એડવાઈઝરી એન્ડ રેગ્યુલેશન પ્રેક્ટિસ હેડ તરીકે સેવાઓ આપી ચુક્યા છે.તેમજ ફેડરલ ડિપોઝિટ ઈન્સ્યુરન્સ કોર્પોરેશનમાં પણ ડિરેક્ટર તરીકે  તેમણે કામગીરી બજાવી છે.તથા સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાં એસોસિએટ પ્રોફેસર તરીકેનો અનુભવ ધરાવે છે.

(12:51 pm IST)
  • મોંઘવારીમાં રાહત? ઓગસ્ટ મહિનાનો જથ્થાબંધ મોંઘવારીનો દર ૪.પ૩ ટકા : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ પણ ઓગસ્ટ મહિનામાં મોંઘવારીનો દર ઘટયોઃ જૂલાઇમાં દર પ.૦૯ ટકા હતો જે ઓગસ્ટમાં ઘટીને ૪.પ૩ ટકા રહયો છે. access_time 3:37 pm IST

  • નવાઝ શરીફના પત્ની કુલસુમને 'સુપુર્દે ખાક' કરાયા :જનાજામાં હજારો લોકો સામેલ થયા: પાક.ના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનાં પત્ની કુલસુમનું મંગળવારે ગળાના કેન્સર સામે એક વર્ષ લાંબી લડાઈ બાદ લંડનમાં નિધન થયું હતું access_time 1:04 am IST

  • ગુજરાતના મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ ઉપેન્દ્રભાઈ દવેનું આજ રોજ તારીખ 13/9/2018ના સાંજે દુઃખદ અવસાન થયેલ છે:તેમના અંતિમ વિધિ તારીખ 14/9/2018 ના રોજ સવારે 9.00 કલાકે ભાવનગર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે access_time 11:28 pm IST