Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

અમેરિકામાં વરસાદ અને ભારે પવન સાથે ફ્લોરેન્સ તરફ ધસી રહેલું વાવાઝોડું : 150 કી.મી.ની ઝડપે ધસી રહેલા વાવાઝોડાથી બચવા 1 લાખ ઘરોમાં વીજળીનો પુરવઠો બંધ કરી દેવાયો

ફ્લોરેન્સ : અમેરિકાના ફ્લોરેન્સમાં નોર્થ તથા સાઉથ કેરોલિનામાં  150 કી.મી.ની ઝડપે વાવાઝોડું ધસી રહ્યું છે.જેનાથી બચવા 1 લાખ જેટલા ઘરોમાં વીજળી પુરવઠો બંધ કરી દેવાયો છે.સત્તાવાળાઓએ આ વિનાશક વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઇ લોકોને વહેલી તકે હિજરત કરી જવા જણાવ્યું છે.પરિણામે લોકોએ બ્લેન્કેટ અને સાદડીઓ લઇ જઇ શેલ્ટર હાઉસમાં આશ્રય લીધો છે.નોર્થ કેરોલિનામાં વરસાદ પણ ચાલુ થઇ ગયો હોવાનું જાણવા મળે છે.જોકે વાવાઝોડાની તીવ્રતા ઘટી રહી હોવાથી હવે તેને એક નંબર અપાયો છે. તેમ છતાં તટ વિસ્તારમાં રહેતા લોકોને વધુ સાવચેત રહેવા જણાવાયું છે.

(11:54 am IST)