Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

અમેરિકાના લોરેન્સ, તથા એન્ડોવર વિસ્તારમાં ગેસની પાઈપલાઈન ફાટતા ભયાનક આગ :

50 જેટલા અગ્નિશામકની મદદથી આગને કાબુમાં લેવાનો પ્રયાસ

બોસ્ટન : અમેરિકાના બોસ્ટનમાં ગઈકાલ ગુરુવારે ગેસની પાઈપલાઈન ફાટતા ભયાનક આગ લાગી હોવાનું જાણવા મળે છે.ખાસ કરીને લોરેન્સ, એન્ડોવર અને નોર્થ એન્ડોવર વિસ્તારમાં આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડને ઘણી મહેનત કરવી પડી રહી છે. વધુ વિસ્ફોટ ન થાય તે માટે વિસ્તારમાં વીજળી કાપી નાંખવામાં આવી છે. તપાસકર્તાઓનું કહેવું છે કે પાઇપલાઈનમાં વધુ દબાણના કારણે વિસ્ફોટ થયા હોય તેવી શક્યતા છે. એન્ડોવર ફાયર ડિપાર્ટમેન્ટના ચીફ માઈકલ મેંસફિલ્ડે જણાવ્યું કે, આ એક મોટી ઘટના હતી. ફાયર બ્રિગેડના જવાનોને આગ ઓલવવા માટે ઘણી મહેનત કરવી પડી. અમે એક ઘરમાં આગ ઓલવવીએ તો બીજા ઘરમાં આગ લાગતી હતી. બધું જ ઠીક થવામાં એક સપ્તાહથી વધુનો સમય લાગશે.આશરે 70 જેટલાં વિસ્ફોટ થયાં. જેના કારણે 6 લોકો ઘાયલ થઈ ગયા છે. જેમાં બે લોકોની સ્થિતિ ગંભીર બની ગઈ છે. સેંકડો લોકોને બહાર કાઢવામાં આવ્યાં છે

(11:54 am IST)