Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

યુ.એસ.ના હન્‍ડ્રેડ મોસ્‍ટ ઇન્‍ફલ્‍યુએન્‍શિઅલ પિપલ ઇન હેલ્‍થકેર'': આરોગ્‍ય ક્ષેત્રે શ્રેષ્‍ઠ કામગીરી કરનારા ૧૦૦ પ્રભાળશાળી વ્‍યક્‍તિઓમાં ૪ ઇન્‍ડિયન અમેરિકનએ સ્‍થાન મેળવ્‍યું: મોડર્ન હેલ્‍થકેર દ્વારા જાહેર કરાયેલી ૨૦૧૮ની સાલની યાદીમાં સુશ્રી સીમા વર્મા, ડો.સચિન જૈન, ડો.અતુલ ગવાંદે, તથા ડો.તેજલ ગાંધીનો સમાવેશ

વોશીંગ્‍ટનઃ યુ.એસ.માં મોડર્ન હેલ્‍થકેર દ્વારા ૧૮ ઓગ.ના રોજ જાહેર કરાયેલી ૧૭મી વાર્ષિક ‘‘હન્‍ડ્રેડ મોસ્‍ટ ઇન્‍ફલ્‍યુએન્‍શિઅલ પિયલ ઇન હેલ્‍થકેર'' માં ૪ ઇન્‍ડિયન અમેરિકનએ સ્‍થાન મેળવ્‍યું છે.

આરોગ્‍ય ક્ષેત્રે પ્રભાવશાળી ૧૦૦ વ્‍યક્‍તિઓમાં સમાવિષ્‍ટ ૪ ઇન્‍ડિયન અમેરિકનોમાં સુશ્રી સીમા વર્મા, ડો.સચિન જૈન, ડો.અતુલ ગવાંદે તથા ડો.તેજલ ગાંધીનો સમાવેશ થાય છે. જે પૈકી સુશ્રી વર્માએ ૧૮મુ, ડો.જૈનએ ૩૬મુ, ડો.અતુલએ ૩૭મુ તથા ડો.તેજલએ ૮૦ મુ સ્‍થાન મેળવ્‍યું છે. જે લોકોના મતોથી નક્કી કરાયું હતું.

(10:04 pm IST)