Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

અમેરિકાના પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની સુરક્ષા કામગીરીમાં શ્રી આકાશસિંઘ ભાટીઆને સ્‍થાનઃ આ ટીમના સૌપ્રથમ પાઘડીધારી સોલ્‍જર બનશે

વોશીંગ્‍ટનઃ અમેરિકાના પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની સુરક્ષા માટેની કામગીરીમાં ઇન્‍ડિયન અમેરિકન શ્રી આકાશ સિંઘ ભાટીઆને નિમણુંક આપવામાં આવી છે. તેઓ આ મહિને ટ્રેનીંગ પૂર્ણ કર્યા બાદ ઉપરોક્‍ત કામગીરીમાં જોડાઇ જશે. તેઓ આ ટીમના સૌપ્રથમ પાઘડીધારી સોલ્‍જર બનશે.

શ્રી આકાશ સિંઘ તેમના માતા પિતા સાથે ૧૦ વર્ષની ઉંમરે અમેરિકામાં સ્‍થાયી હતા.તેઓને પ્રેસિડન્‍ટની સુરક્ષા ટીમના મેમ્‍બર તરીકે સ્‍થાન મળવા બદલ તેમણે ખુશી વ્‍યક્‍ત કરી છે.

(10:03 pm IST)